સોનમ કપૂરે મોટા બેબી બમ્પમાં દેખાડી તેની પ્લસ સાઈઝ, પ્રેગ્નન્સીમાં આવી થઇ ગઈ અભિનેત્રીની બોડી

અભિનેત્રી સોનમ કપૂર આજકાલ ફિલ્મો કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં બનેલી રહે છે. આ દિવસોમાં તે તેની પહેલી પ્રેગ્નેન્સીની જર્નીને એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ 21 માર્ચે તેના પતિ આનંદ આહુજા સાથે પ્રેગ્નેન્સીની ખબર આપી હતી. આ દરમ્યાન અભિનેત્રીનો બીજો એક નવો મેટર્નિક ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તે ગ્લેમરસ દેખાઈ રહી છે.

જલ્દી માતા બનવા જઈ રહેલી સોનમ કપૂર જ્યારથી તેની પ્રેગ્નેન્સીના સમાચાર ચાહકો સાથે શેર કરી છે ત્યારથી એક પછી એક ફોટોશૂટ કરાવી રહી છે. એવું લાગી રહ્યું છે કે તે તેની પ્રેગ્નેન્સીના દરેક વીકને શાનદાર રીતે એન્જોય કરવા માંગે છે. અભિનેત્રી પોતાને ખુશ રાખવા માટે એવા બધા કામ કરી રહી છે જે તે કરવા માંગે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન સોનમ અવાર નવાર તેના ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી રહી છે.

તેના ઇન્સ્ટાગ્રામ પર સોનમે હાઉસ ઓફ પિક્સલ્સ દ્વારા ક્લિક કરવામાં આવેલી શાનદાર તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક શીર કફ્તાનમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીએ કાનમાં શાનદાર ઝુમકા પહેરેલા નજર આવી રહ્યા છે. વાળને બન બનાવેલા છે અને મિનિમલ મેકઅપમાં તે ગ્લેમરસ દેખાઈ રહી છે. અભિનેત્રીએ લુકની સાથે હિલ્સ મેચ કર્યા હતા. બ્લેક કફતાની સાથે સોનમની સ્મોકી આખો કહેર વરસાવી રહી હતી. તેમજ અભિનેત્રી વધારે પડતી તસવીરમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી.

તેના ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા સોનમે કેપ્શનમાં લખ્યું હતું કે- Kaftan life with my. આના સિવાય સોનમે તેની નવી તસવીરમાં પતિ આનંદ આહુજા, માતા સુનીતા કપૂર અને બહેન રિયા કપૂરને ટેગ કર્યું હતું અને સ્ટાઈલિશ મૈટર્નિક અવતારથી બધાને ખુશ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

તસવીરોમાં સોનમ કપૂર એટલી સુંદર દેખાઈ રહી હતી કે ચાહકોની સાથે સાથે બોલિવૂડ સિતારા પણ તેના હુસ્નના વખાણ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા આપેલા ઇન્ટરવ્યૂમાં સોનમે કહ્યું હતું કે હું 3 મહિનાથી પ્રેગ્નેન્ટ છું અને આ બધું ખુબ જ કઠિન છે. અભિનેત્રીએ કહ્યું હતું કે લોકો એ નથી કહેતા કે માતા બનવાની જર્ની કેટલી કઠિન હોય છે.

Patel Meet