પોતાની પ્રેગ્નેન્સીને એન્જોય કરી રહેલી સોનમ કપૂરે પતિ ઉપર પ્રેમ વરસાવતો વીડિયો કર્યો શેર, ચાહકોએ કહ્યું, “આ બનશે બૉલીવુડની સુપર હોટ મોમ”

માતૃત્વનો આનંદ દરેક સ્ત્રી માટે ખુબ જ ખાસ હોય છે, પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન દરેક મહિલા જીવનના સૌથી ઉત્તમ દિવસો વિતાવતી હોય છે, ખાસ કરીને બૉલીવુડની અભિનેત્રીઓ પોતાના ગર્ભાવસ્થાના સમયને ખુબ જ એન્જોય કરે છે અને સોશિયલ મીડિયામાં પણ તેમના બેબી બમ્પને વારંવાર ફ્લોન્ટ કરતી અને ફોટોશૂટ કરાવતી પણ જોવા મળે છે.

હાલ અભિનેત્રી સોનમ કપૂર પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. સોનમ કપૂર પ્રેગ્નન્ટ છે અને તે પોતાની પ્રેગ્નન્સી માણી રહી છે. તે સોશિયલ મીડિયા પર સતત તેની તસવીરો પોસ્ટ કરી રહી છે, જેમાં તેનો ક્યૂટ બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત સોનમ કપૂરનો જન્મદિવસ સપ્તાહ પણ શરૂ થઈ ગયો છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર આ અંગેનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં સોનમનો સુપર ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. વીડિયોની ખાસ વાત એ છે કે તેમાં તેની સાથે તેનો પતિ આનંદ આહુજા પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોનમ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સોનમ સૌ પ્રથમ સોફા પર બેઠેલી જોવા મળે છે અને એક નાનકડો સેલ્ફી વીડિયો કેપ્ચર કરે છે. તે પછી તે જ આઉટફિટમાં શેરીઓમાં તેના સુંદર બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

છેલ્લે આનંદ આહુજા પણ વીડિયોમાં જોવા મળે છે, જેને સોનમ પહેલા કિસ કરે છે, પછી આનંદ પણ તેની પત્ની પર પ્રેમ વરસાવે છે. આ પોસ્ટ શેર કરતા સોનમ કપૂરે લખ્યું, “ઘરે પાછા. જન્મદિવસ સપ્તાહ શરૂ થાય છે”. સોનમ કપૂરની આ વીડિયો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

આ અંગે લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, આ વીડિયોમાં તમે રિયાને ઘણી હદ સુધી મળી રહ્યા છો. તો બીજાએ લખ્યું, “ફિલ્મ ઉદ્યોગની આગામી સુપર હોટ મમ્મી”. સોનમ કપૂરની પોસ્ટ પર ફેન્સ ઉપરાંત બોલિવૂડ સેલેબ્સની કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે.

Niraj Patel