અભિનેત્રી સોનમ કપૂરે વર્ષ 2018માં બોયફ્રેન્ડ અને બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. જ્યારથી બંનેના લગ્ન થયા છે ત્યારથી સોનમના ગર્ભાવસ્થાની અફવાઓ ઉડી રહી હતી. એવામાં આ બધી અફવાઓને આખરે સોનમેં વિરામ આપી દીધો છે અને ચાહકો સમક્ષ પોતાની પહેલી ગર્ભાવસ્થાની ઘોષણા કરી છે.
View this post on Instagram
સોનમે પોતાના એકાઉન્ટ પર આનંદ સાથેની સુંદર તસવીર શેર કરીને ગુડન્યુઝ આપ્યા છે. તસવીર શેર કરીને સોનમે કૈપ્શનમા લખ્યું કે,”ચાર હાથ. તારી સૌથી સારી પરવરીશ માટે જે અમે કરી શકીએ છીએ, બે દિલ જે દરેક સફરમાં તારી સાથે સાથે ધડકશે.અમારો પરિવાર, જે તારા પર પ્રેમ વરસાવશે અને સપોર્ટ કરશે.અમે તારું સ્વાગત કરવા માટે વધારે રાહ નહિ જોઈ શકીએ”.
View this post on Instagram
જે ગુડ ન્યૂઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, હવે તેના પર સોશિયલ મીડિયા શુભકામનાઓથી ભરાઈ ગયું છે. તસવીરમાં સોનમ બ્લેક કપડા પહેરીને આનંદના ખોળામાં સુતેલી દેખાઈ રહી છે. તસવીરમાં સોનમનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેણે તેના પેટ પર હાથ પણ રાખ્યો છે.તસવીરમાં બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
સોનમે આપેલા આ સમાચાર પર કરીના કપૂર, વાણી કપૂર, અંશુલા, ખુશી,રવીના ટંડન, કરિશ્મા કપૂર, અબુ જાની સહિત ઘણા કલાકારોએ શુભકામનાઓ આપી છે. ભૂમિ પેડનેકરે દિલ ઈમોજી શેર કરીને બંનેને આવનારા બાળક માટે શુભકામનાઓ આપી છે.એવામાં કરીના કપૂર તો પોતાને રોકી ન શકી અને તેણે લખ્યું કે,”Wohoooo હું ખુબ જ ખુશ છું તમારા બંને માટે.બાળકોની સાથે રમવાની રાહ નથી જોવાતી..” ચાહકો પણ તેમના આવનારા બાળક માટે ખુબ શુભકામનાઓ આપી રહ્યા છે.