શું સોનમ કપૂર બની ગઇ મમ્મી ? હોસ્પિટલના બેડ પરથી સામે આવી અભિનેત્રીની ન્યુબોર્ન બેબી સાથેની તસવીર- જાણો સત્ય

સોનમ કપૂરને આવી ગયું બેબી ? અનિલ કપૂર બની ગયા નાના? વાયરલ તસ્વીરોની હકીકત જાણો- ફેક્ટ ચેક

બોલિવુડની મશહૂર અદાકારા સોનમ કપૂર આ દિવસોમાં ચર્ચામાં છે. સોનમ અને તેના પતિ આનંદ આહૂજાની ખુશી આ સમયે સાતમા આસમાન પર છે. કપલની ખુશી તો છૂપાવે પણ નથી છૂપી રહી. હાલમાં સોનમ કપૂરની સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં સોનમ ન્યુબોર્ન બેબી સાથે જોવા મળી રહી છે. આ દરમિયાનનો સોનમનો ચહેરો પણ ખુશીથી ખીલી ઉઠેલો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના બેડ પરથી સામે આવેલી સોનમની તસવીર જોઇ ચાહકોની ખુશીનું તો કોઇ ઠેકાણુ રહ્યુ નથી.

ચાહકો પોતાની ફેવરેટ અભિનેત્રીને શુભકામના આપી રહ્યા છે. જો કે, એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે સોનમ અને આનંદના બાળકની ડિલીવરી પણ થઇ ગઇ અને કોઇને કાનો કાન ખબર પણ ના લાગી, પરંતુ તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરની હકિકત કંઇક અલગ કહી રહી છે.તસવીરમાં સોનમ હોસ્પિટલના બેડ પર સૂતેલી જોવા મળી રહી છે. સોનમને એક નાનકડુ બેબી ચીપકેલુ જોવા મળી રહ્યુ છે. એક ફોટોમાં સોનમ કેમેરા તરફ જોઈ રહી છે જ્યારે બીજા ફોટોમાં સોનમ બાળક તરફ જોઈ રહી છે.

સોનમની આ તસવીર નકલી છે અને અભિનેત્રીએ હજુ સુધી તેના બાળકને જન્મ આપ્યો નથી. સોનમનો આ ફોટો એડિટ કરીને બીજી તસવીર સાથે જોડવામાં આવ્યો છે. આ તસવીરમાં કોઈ સત્ય નથી. સોનમે માર્ચ 2022માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી, સોનમ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ અને પ્રેગ્નન્સી ગ્લોને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સોનમ ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિકમાં છે, હવે તેની ડિલિવરીનો સમય આવી ગયો છે.

હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને સોનમે જણાવ્યું કે તે તેના પતિ આનંદ આહુજાને કેટલી મિસ કરી રહી છે. પોસ્ટ શેર કરતા સોનમે લખ્યું- ‘Missing my favourite person’. સોનમના આ ફોટા પર પતિ આનંદે પણ કમેન્ટ કરી અને સોનમને સૌથી આરાધ્ય ગણાવી. આનંદે લખ્યું- ‘ક્યૂટેસ્ટ ક્યુટી પાઇ’. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ અત્યાર સુધી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ સાંવરિયાથી કરી હતી.

‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બીજી તરફ તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તેની પાસે બ્લાઈન્ડ ફિલ્મ છે જેમાં તેની સાથે પુરબ કોહલી, વિનય પાઠક, લિલેટ દુબે જોવા મળશે. સોનમ છેલ્લે એકે વર્સેસ એકેમાં જોવા મળી હતી. આ પહેલા તેણે ધ ઝોયા ફેક્ટરમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઇ હતી.

Kashyap Kumbhani