પ્રેગ્નેંસીના છેલ્લા દિવસમાં અભિનેત્રી સોનમ કપૂરની હાલત થઇ રહી છે ખરાબ, પગમાં આવી ગયા છે સોજા

કોઈપણ સમયે મા બનનારી સોનમ કપૂરે બતાવ્યો પગમાં સોજો, પ્રેગ્નેન્સીને લઈને કહી આ મોટી વાત

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અનિલ કપૂરની દીકરી અને અભિનેત્રી સોનમ કપૂરના ઘરમાં બહુ જ જલ્દી ખુશીઓ આવવાની છે, સોનમ કપૂર હાલ પોતાના ગર્ભાવસ્થાના સમયને એન્જોય કરી રહી છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રીને ઘણું બધું સહન કરવું પડે છે, અને એવી જ તકલીફ હાલ સોનમ કપૂર પણ સહન કરી રહી છે. સોનમ કપૂરે હાલ જ એક તસવીર શેર કરી છે જેમાં તેની હાલત ખરાબ થયેલી જોવા મળી રહી છે.

સોનમે તેની ઈન્સ્ટા સ્ટોરી પર પ્રેગ્નેંસીના કારણે પગમાં સોજા આવ્યાનો ફોટો શેર કર્યો છે. તેણે ફોટો શેર કર્યો અને લખ્યું “ક્યારેક પ્રેગ્નન્સી સારી નથી હોતી.” તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં સોનમે બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેના ગર્ભાવસ્થાના સમાચારથી પિયરિયાં અને સાસરિયાઓ ખૂબ જ ખુશ હતા. પ્રેગ્નન્સી દરમિયાન, સોનમે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે કેટલાક ફોટોશૂટ પણ કરાવ્યા હતા, જેના ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

સોનમ કપૂરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અન્ય ઘણી સગર્ભા સ્ત્રીઓએ પણ ગર્ભાવસ્થા દરમિયાન પગમાં સોજાનો અનુભવ શેર કર્યો છે. પ્રેગ્નેંસી દરમિયાન પતિ આનંદ આહુજા સોનમ કપૂરનું ઘણુ ધ્યાન રાખે છે. સોનમ કપૂર સોશિયલ પર ઘણી વખત તેના પતિની મદદ વિશે વાત કરતી જોવા મળી છે. આ ઉપરાંત તેનો આખો પરિવાર સોનમની ગર્ભાવસ્થાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને દરેક તેની નિયત તારીખની રાહ જોઈ રહ્યા છે.

મીડિયામાં અહેવાલો અનુસાર, સોનમ કપૂર લગ્ન બાદથી લંડનમાં રહે છે. પરંતુ તેમના પહેલા બાળકનો જન્મ મુંબઈમાં જ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકના જન્મ પછી, સોનમ લગભગ 6 મહિના સુધી માતા-પિતા એટલે કે અનિલ કપૂર અને સુનીતા કપૂર સાથે રહેશે. તે પછી તે પતિ આનંદ આહુજા સાથે લંડન જશે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા સોનમના બેબી શાવરનું આયોજન તેના પતિ આનંદ દ્વારા લંડનમાં કરવામાં આવ્યું હતું.

આ સમારોહ સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એવું સાંભળવામાં આવ્યું હતું કે અનિલ કપૂર અને તેની પત્ની સુનીતા ઇચ્છતા હતા કે તેમની પુત્રીનું બેબી શાવર સમારંભ મુંબઈમાં તેમના ઘરે ભવ્ય સ્તરે યોજવામાં આવે. આ સમારોહ માટે સોનમ અને આનંદ પણ મુંબઈ આવ્યા હતા, પરંતુ કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સોનમ કપૂરનું ફિલ્મી કરિયર ખાસ નહોતું. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી કરી હતી. જોકે રણબીર કપૂર સાથેની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી પરંતુ મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી. અને જે ફિલ્મો હિટ થઈ તે પણ સોનમના આધારે નથી બની. તમને જણાવી દઈએ કે તેની આગામી ફિલ્મ બ્લાઈન્ડ છે.

Niraj Patel