બોલિવૂડમાં પોતાની ફેશન સેન્સને કારણે જાણીતી અભિનેત્રી સોનમ કપૂરે 9 જૂનના રોજ પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો. તેને પોતાના ઘરે જબરદસ્ત બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારના સભ્યો સહીત બોલીવૂડના ઘણા સેલીબ્રીટીસ જોવા મળ્યા હતા. આ પ્રસંગે સોનમના પતિ આનંદ આહુજા, પિતા અનિલ કપૂર, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, અનન્યા પાંડે, અંશુલા કપૂરે, ખુશી કપૂર, જાહન્વી કપૂર, કરણ જોહર, કરિશ્મા કપૂર, શનાયા કપૂર જેવા લોકો હાજર રહયા હતા.
સોનમે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. દરમ્યાન તેને સફેદ ટોપ અને સિલ્વર સ્કર્ટ પહેર્યો હતો અને તેને નેકલેસ અને આછા મેકઅપ સાથે લાલ લિપસ્ટિક સાથે લૂક કમ્પ્લીટ કર્યો હતો. તે પોતાના પતિ આનંદ આહુજા અને મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી હતી.
સોનમની તેના પિતા અનિલ કપૂર સાથેની ખાસ બોન્ડિંગ પણ પાર્ટીમાં જોવા મળી હતી. દીકરીની જન્મદિવસ પર અનિલ કપૂર ખુશ જોવા મળ્યા હતા. ત્યારે કરણ જોહર પણ પાર્ટીમાં ખાસ લૂકમાં જોવા મળ્યા હતા. કરિશ્મા કપૂર આ પાર્ટીમાં કેઝયુઅલ લૂકમાં જોવા મળી ત્યારે સોનમના મિત્ર વરુણ ધવન પણ કેઝયુઅલ લૂકમાં જોવા મળ્યા હતા.
આ પાર્ટીમાં મલાઈકા અરોરાએ પણ હાજરી આપી હતી, જે તેના લૂક માટે ઘણી ટ્રોલ થઇ છે. તેને લાલ અને ગોલ્ડન ફ્લોરલ પ્રિન્ટવાળી સફેદ સાટિનની સાડી પહેરીને આવી હતી, સાથે જ તેને ગળામાં હેવી નેકલેસ અને માંગટીકો પણ લગાવ્યો હતો. તેને આછો મેકઅપ અને લાલ લિપસ્ટિક લગાવી હતી. આ લૂકમાં મલાઈકા ખૂબ જ સુંદર દેખાતી હતી, પરનું એવું લાગી રહ્યું હતું કે એ કોઈ લગ્નમાં આવી હોય. આ લૂક માટે તેને સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરી.
કેટલાક લોકોએ મલાઈકાને સુંદર કહી તો કેટલાક લોકોએ કહ્યું કે એ ભૂલી ગઈ કે એક બર્થડે પાર્ટીમાં જવાનું હતું, લગ્નમાં નહિ. ત્યારે કોઈએ લખ્યું કે મલાઈકા કેમ આટલી બનીઠનીને આવી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ મુંબઈમાં પોતાના એક સંબંધીના લગ્નમાં જોવા મળી હતી, ત્યારે દીપિકાએ પણ આવી જ સાડી પહેરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks