સ્પોર્ટ્સ બ્રા અને ઓપન શર્ટમાં સોનમ કપૂરે લંડનના રસ્તા પર ફ્લોન્ટ કર્યુ બેબી બંપ, તસવીરો જોઈને અક્કલ કામ નહિ કરે

શું બેશરમી મચાવી રાખી છે ? સોનમ કપૂરના લંડનના રસ્તા પર બેબી ફ્લોન્ટ કરવા પર યુઝર્સે કરી ટ્રોલ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર ટૂંક સમયમાં જ નાના બનવાના છે. તેમની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂરનું ઘર નાના મહેમાનથી ગુંજી ઉઠવાનું છે. આવી સ્થિતિમાં સોનમ કપૂર તેની પ્રેગ્નેંસી એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બેબી બંપની તસવીરો શેર કરી રહી છે. તાજેતરમાં જ સોનમ કપૂરે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે એક તસવીર ક્લિક કરાવી હતી, તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી તેની તસવીર જોઈને યુઝર્સે તેની ક્લાસ લગાવી દીધી છે. અભિનેત્રી સોનમ કપૂર પહેલીવાર માતા બનવા જઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી 7 મહિનાની ગર્ભવતી છે. તે તેના જીવનના સૌથી ખાસ તબક્કાને ખૂબ જ આનંદ સાથે માણી રહી છે. સોનમના બેબી બમ્પની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં જ અભિનેત્રીએ લંડનના રસ્તાઓ પર અલગ અંદાજમાં પોતાનો બેબી બમ્પ બતાવ્યો હતો, જેના પછી યુઝર્સ તેના પર ગુસ્સે થયા હતા. તાજેતરમાં જ સોનમની બહેન રિયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લંડનના રસ્તા પરથી બંનેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં બંને ખૂબ જ મસ્તીથી ભરપૂર અંદાજમાં જોવા મળી રહ્યા હતા.

પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને સોનમની આ સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવી, જે બાદ હોબાળો મચી ગયો. તસવીરમાં તમે જોઈ શકો છો કે સોનમ કપૂર તેની બહેન રિયા સાથે છે અને આ દરમિયાન અભિનેત્રીએ બ્લેક પેન્ટ અને બ્રા સાથે ઓપન શર્ટ પહેર્યો છે. આ લુક સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીર સિવાય રિયા કપૂરે બીજા ઘણા ફોટા પોસ્ટ કર્યા છે’. સોનમ અને રિયાની આ તસવીરો પર ચાહકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ જ્યાં લોકો સોનમના લુકના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી છે.

કેટલાક યુઝર્સ તો સોનમને પોપ સિંગર રિહાના સાથે સરખાવી દીધી. તો કેટલાક યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે બેબી ગર્લ આવશે કે બેબી બોય. આ સિવાય કેટલાક લોકોએ તેનો બેબી બમ્પ જોઈને તેને હલવાઈ ચાચા હોવાનું કહ્યું હતું. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું શું બેશરમી મચાવી દીધી છે? અન્ય એક યુઝરે તેની મજાક ઉડાવી અને લખ્યું કે ‘ગરીબોની રિહાના લાગે છે’. જ્યારે અન્ય યુઝરે લખ્યું તમે શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

તે સિવાય તમારી પાસે બતાવવા માટે કંઈ નથી. હાલમાં જ તેણે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. જણાવી દઇએ કે, સોનમ કપૂર અને આનંદ આહુજા મે 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે આ કપલ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. બંનેએ આ ખુશખબર ખૂબ જ સુંદર અને બોલ્ડ અંદાજમાં ફેન્સ સાથે શેર કરી હતી. આ સફરમાં સોનમ એક કરતા વધુ લુક શેર કરી રહી છે અને મહિલાઓને મેટરનિટી ફેશન ગોલ આપતી જોવા મળી રહી છે.

Shah Jina