સોનમ કપૂર અને આનંદ આહૂજાએ લાસ્ટ મોમેન્ટ પર કેન્સલ કર્યુ બેબી શાવર, ઓલ બ્લેક લુક અને મોટા બેબી બંપ સાથે થઇ સ્પોટ

પતિ સાથે બાંદ્રામાં સ્પોટ થઇ સોનમ કપૂર, ટાઈટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો મોટો બેબી બંપ

કપૂર ખાનદાનની દીકરી અને અભિનેત્રી સોનમ કપૂર જલ્દી જ મમ્મી બનવાની છે. સોનમ તેના પતિ આનંદ આહૂજા સાથે તેના પહેલા બાળકનું સ્વાગત કરવાવી છે. પ્રેગ્નેટ સોનમ આ દિવસોમાં તેના માતા-પિતા પાસે બેબી શાવર સેલિબ્રેટ કરવા મુંબઇ પહોંચી હતી. જો કે, ફરીથી કોરોનાની દહેશતને કારણે તેમનું બેબી શાવરનો પ્લાન કેન્સલ થયો હતો. આ વચ્ચે અભિનેત્રી તેના પતિ આનંદ સાથે બાંદ્રા સિટીમાં સ્પોટ થઇ હતી. જ્યાં કપલની એકસાથે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી.

17 જુલાઇના રોજનો બેબી શાવરનો પ્લાન કેન્સલ થયા બાદ સોનમ કપૂર તેની બહેનના ઘરે પહોંચી હતી. આ દરમિયાન સોનમે મીડિયા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા. સોનમના બેબી શાવર માટે તેનો પરિવાર અને નજીકના મિત્રો ઘણા એક્સાઇટેડ હતા, પરંતુ તે કેન્સલ થવાની ખબરો જ્યારે સામે આવી ત્યારે ચાહકો હેરાન રહી ગયા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કોરોનાના વધતા કેસને કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજા પોતાના થવાવાળા બેબીને લઇને કોઇ રિસ્ક લેવા માંગતા ન હતા. જેને કારણે તેમણે બેબી શાવર કેન્સલ કરી દીધો.

બેબી શાવર કેન્સલ કર્યા બાદ સોનમ અને આનંદ રિહા કપૂરના ઘરે પહોંચ્યા હતા. રિહાના ઘરે ઘણા સેલિબ્રટિઝ પહોંચ્યા હતા,જેમાંથી અત્યાર સુધી ફરાહ ખાનનું નામ સામે આવ્યુ છે.  આ દરમિયાનના સોનમના લુકની વાત કરીએ તો, સોનમ ઓલ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. સાઇડ કટ બ્લેક ડ્રેસ સાથે તેણે મેચિંગ ઓપન શર્ટ કેરી કર્યો હતો અને આ સાથે તેણે શુઝ પણ બ્લેક કેરી કર્યા હતા અને ગોગલ્સ પણ બ્લેક જ પહેર્યા હતા. પતિ સાથે તેણે કેમેરામાં ઘણા પોઝ પણ આપ્યા હતા અને આ સાથે તે તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આનંદના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ ટીશર્ટ સાથે બ્લેક પેન્ટ પહેર્યુ હતુ. આ દરમિયાન કપલની જબરદસ્ત કેમેસ્ટ્રી કેમેરામાં કેદ થઇ હતી. સોનમના બેબી શાવરની વાત કરીએ તો, મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સોનમના પરિવારે સોનમ માટે સ્ટાર-સ્ટડેડ બેબી શાવરની મેજબાનીનું આયોજન કર્યુ હતુ. કરીના કપૂર ખાનથી લઇને આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, કપૂર પરિવાર, અર્જુન કપૂર, જાહ્નવી- ખુશી સહિત અનેક સામેલ હતા. આ બેબી શાવર બોહેમિયન-થીમવાળા બેશમાં સામેલ હોવાની પણ અફવા હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પાર્ટી કથિત રીતે બાંદ્રામાં કવિતા સિંહના બંગલામાં થવાની હતી. જણાવી દઇએ કે, સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા હતા. કપલના મુંબઇમાં ધામધૂમથી લગ્ન થયા હતા. જ્યાં ઇન્ડસ્ટ્રીની જાણિતી હસ્તિઓએ હાજરી આપી હતી. હવે લગ્નના 4 વર્ષ બાદ કપલ પોતાના બાળકના સ્વાગતને લઇને ઘણા એક્સાઇટેડ છે.

Shah Jina