...
   

ડિલીવરી પછી ઘરે પરત ફરી સોનમ કપૂર, દીકરાને એકીટશે જોતા રહ્યા પપ્પા આંનદ, પુજાનો વીડિયો વાયરલ

દીકરાને છાતીએ લગાડીને અનિલ કપૂરના ઘરે પહોંચ્યા સોનમ-આનંદ, ગૃહ-પ્રવેશ કરતા પહેલા થઇ પુજા

બોલીવુડના રોમેન્ટિક કપલમાંના એક એવા સોનમ કપૂર અને આંનદ આહુજા ગત દિવસોમાં માતા પિતા બની ચુક્યા છે. સોનમ કપૂરે ગત 20 ઓગસ્ટના દિવસે ક્યૂટ દીકરાને જન્મ આપ્યો હતો. કપલે માર્ચ મહિનામાં સોનમના ગર્ભવતી હોવાની જાણ ચાહકોને આપી હતી. એવામાં હવે સોનમ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ચુકી છે અને પહેલી વાર કપલ પોતાના નવજાત દીકરાને લઈને નાના અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતા. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

એક વીડિયોમાં સોનમના દીકરાનું સુંદર રીતે વેલકમ કરવામાં આવી રહ્યું છે.અનિલ કપૂરના ઘરે પહોંચતી વખતે આનંદ દીકરાને પોતાની છાતીએ વળગાળેલો જોવા મળ્યો, અને સોનમ પણ આનંદનો હાથ પકડીને ચાલી રહી છે. સોનમ અને આનંદ પહેલા તો દીકરાને લઈને અનિલ કપૂરના ઘરના દરવાજા પાસે ઉભા રહ્યા હતા,અને ત્યાં પંડિત પહેલાથી જ હાજર હતા. ત્યાર બાદ પંડિત દ્વારા ધાર્મિક રીત-રિવાજથી બાળકનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જેના બાદ પંડિતે દરેકના માથા પર તિલક કર્યું અને બાળકની નજર પણ ઉતારવામાં આવી હતી. જેના બાદ ઘરની અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો. વીડિયોમાં સોનમ અને આનંદની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે અને આંનદ પણ દીકરાને એકીટશે જોઈ રહ્યો છે અને દીકરા સામે સ્માઈલ કરી રહ્યો છે. હોસ્પિટલથી ઘરે જતી વખતે ગાડીમાં બેસતી વખતે પણ સોનમની તસવીરો ક્લિક કરવામાં આવી હતી, જો કે તે સમયે સોનમ કે તેના દીકરાનો ચહેરો જોવા મળ્યો ન હતો.

સોનમ અને આનંદે આ સમયે વ્હાઇટ આઉટફિટ પહેર્યા છે. મીડિયાને જોતા જ સોનમે મીડિયા સામે હાથ હલાવી વેવ પણ કર્યું હતું અને સ્માઈલ પણ આપી હતી. વિડીયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે સોનમ અને આંનદના પરિવાર માટે આ દિવસ કેટલો ખાસ છે. અનિલ કપૂર પણ નાતીના સ્વાગતના સમયે એકદમ ખુશ દેખાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આનંદે મીડિયાકર્મીઓને મીઠાઈનું વિતરણ પણ કર્યું હતું. ચાહકો પણ સોનમ અને આનંદને બાળકની સાથે ઘરે આવવા માટેની શુભકામનાઓ આપી રહ્યા છે. કપલ પોતાના જીવનની નવી શરૂઆત માટે એકદમ ખુશ છે. ગત દિવસોયા બહેન રિયા કપૂર સોનમને મળવા હોસ્પિટલ પહોંચી હતી અને તે સમયે તે સોનમના બાળકને જોઈને  ભાવુક થઇને રડી પડી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

Krishna Patel