“તારક મહેતા”ની માધવી ભાભી ઉર્ફે સોનાલિકા જોશીની તસવીરો જોઇ ઉડી જશે હોંશ, શોથી બિલકુલ વિપરિત છે ભિડે ભાઇની પત્ની

શોમાં ધાર્મિક પરંતુ અસલ જીવનમાં બોલ્ડ છે માધવી ભાભી, સ્મોકિંગ વાળી તસવીરે મચાવ્યો હતો તહેલકો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોએ તેના 3 હજાર એપિસોડ પુરા કર્યા છે.

આ શોના કલાકારો પણ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ આપણે વાત કરીએ ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ટુકારામ ભિડેની પત્ની માધવી ભિડેની…

શોમાં માધવી ભાભી ભલે ધાર્મિક અને સીધા સાદા લાગતા હોય પરંતુ તે અસલ જીવનમાં ઘણા બોલ્ડ અને ગ્લેમરસ છે. શોમાં માધવી ભાભીનું પાત્ર સોનાલિકા જોશી પ્લે કરી રહી છે. તે શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલી છે. તે શોમાં અથાણા અને પાપડનો વ્યવસાય કરે છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશી એક લોકપ્રિય મરાઠી અભિનેત્રી છે. સોનાલિકાએ મરાઠી ફિલ્મ “જુલુક”માં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મો સાથે સાથે તે મરાઠી ટેલિવિઝન શો “પરિવર્તન”માં પણ કામ કરતી જોવા મળી છે.

સોનાલિકાનો જન્મ 5 જૂન 1976ના રોજ મહારાષ્ટ્રમાં થયા હતો. તેને તેના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. આ ઉપરાંત તે કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં તે એક મરાઠી મહિલાનો રોલ નિભાવી રહી છેે. સોનાલિકા તે સમયે જબરદસ્ત ચર્ચામાં રહી હતી, જયારે તેણે બીડી પીતા ફોટોશૂટ કરાવ્યુ હતુ.

સોનાલિકા રિયલ લાઇફમાં બિઝનેસ અને ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલ છે. તેનાથી તે કરોડોની કમાણી કરે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેને શોમાં એક દિવસના 25 હજાર રૂપિયા મળે છે. અસલ જીવનમાં તે કરોડોની માલકિન છે. ખબરોનું માનીએ તો, તેનો ઇન્કમ સોર્સ માત્ર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો નહિ પરંતુ તેના ફેશન બ્રાંડ્સ, શોઝ અને સ્પોન્સર્સ પણ છે.

સોનાલિકા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે. તે તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. સોનાલિકાને અભિનય ઉપરાંત ફરવાનો પણ શોખ છે. તેમજ તે મોંઘી ગાડીઓની પણ શોખીન છે. તેની પાસે MG Hector, Swanky Maruti અને ટોયોટા જેવી મોંઘી ગાડીઓ છે.

તમને જણાવી દઇએ કે, સોનાલિકાએ 5 એપ્રિલ 2004ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા છે. તેમની એક દીકરી આર્યા જોશી પણ છે. જો કે, હાલ તો તે પરિવાર સાથે મુંબઇમાં રહે છે.

સોનાલિકા ઘણીવાર તેના પતિ અને તેની દીકરી સાથે જોડાયેલ તસવીરો શેર કરતી રહે છે. સોનાલિકાની દીકરી 18 વર્ષની થઇ ચૂકી છે અને તે તેની દીકરી સાથે સારી બોન્ડિંગ પણ ધરાવે છે.


સોનાલિકા જોશી આમ તો શોમાં સીધી સાદી અને ધાર્મિક બતાવવામાં આવી છે, પરંતુ તે અસલ જીવનમાં ઘણી ગ્લેમરસ બોલ્ડ છે. તેની અનેક તસવીરો પહેલા પણ વાયરલ થઇ ચૂકી છે.

Shah Jina