જીવનશૈલી મનોરંજન

‘તારક મહેતા…’ શોના માધવી ભાભીએ ખરીદી હતી લક્ઝુરિયસ કાર, કિંમત જાણીને આંખોનાં ડોળા બહાર આવી જશે

લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ તુકા રામ ભીડેની પત્ની માધવનું પાત્ર ભજવનાર સોનાલિકા જોશીએ તાજેતરમાં જ એક નવી કાર ખરીદી છે.

આ કાર ખરીદ્યાં બાદ સોનાલિકા ખૂબ જ ખુશ જણાઈ આવે છે. સીરિયલમાં પાપડ અને અથાણા બનાવીને વેચતી માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશીએ એક નવી કાર ખરીદવાની ખુશી તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ચાહકો સાથે શેર કરી હતી.

તેમને પોતાના સોશિયલ મીડિયા પર પોતાની નવી કાર MG Hectorની તસ્વીર શેર કરી હતી, આ તસ્વીરમાં પોતાની કમાણીથી એક નવી કાર ખરીદવાની ખુશી સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે.

સોનાલિકા જોશીએ MG Hectorનું કયું મોડેલ ખરીદ્યું છે એ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પણ તેમને ખરીદેલી કાર 12 લાખ રૂપિયા કરતા વધુ કિંમતની હશે એ વાત ચોક્કસ છે. MG Hectorની સ્ટાઈલ પેટ્રોલ મેન્યુઅલ મોડલની કિંમત 12.18 લાખ રૂપિયા છે

અને ટોપ-સ્પેક શાર્પ ડીઝલ મેન્યુઅલ હેક્ટરની કિંમત 16.88 લાખ રૂપિયા છે. નોંધનીય છે કે માધવી ભીડેનું પાત્ર સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ભજવી રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે.

હવે અભિનેત્રીએ કારનું કયું મોડલ બાય કર્યું છે તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ અભિનેત્રીની કાર 12 લાખથી વધુ કિંમતની હશે તે કારની શો રૂમ પ્રાઈસ પરથી કહી શકાય છે.ઉલ્લેખનીય છે કે, સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા’માં માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. લોકપ્રિય ટીવી શોમાં તેની અને મંદાર (આત્મારામ ભીડે)ની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ ગમે છે. મંદાર અને સોનાલિકાના એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરે છે.