તારક મહેતા શોના માધવી ભાભીના અસલી પતિ, એનિવર્સરી પર લખ્યો પ્રેમ ભર્યો મેસેજ
ટેલિવીઝનનો સૌથી લાંબો ચાલનારો અને કોઈ વલગર વિનાનો શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શો હંમેશા ચર્ચામાં રહે છે. આ શો દર્શકોને એટલો પસંદ આવે છે કે, તે હંમેશા ટીઆરપીના લિસ્ટમાં રહે છે. દર્શકો હંમેશા તેના પ્રિય કલાકારોની અંગત જિંદગી વિષે જાણવા ઉત્સાહિત રહે છે. હાલમાં જ આ શોમાં ભીડેની પત્ની એટલે કે માધવી ભાભીનો રોલ નિભાવનારી એક્ટ્રેસ સોનાલિકા જોશીએ તેના અસલી પતિ સાથે મુલાકાત કરાવી હતી.
View this post on Instagram
લોકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં માધવી ભાભીનું પાત્ર ગમે છે. અન્ય કલાકારોની જેમ માધવી ભાભી એટલે કે સોનલિકા જોશીને પણ સોશિયલ મીડિયામાં પસંદ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર બે લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.
View this post on Instagram
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની માધવી ભીડે સોનાલિકા જોશીએ ગઈકાલે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સોનાલિકાએ તેના લગ્નના 19 વર્ષ પૂરા થવાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી. તસ્વીરમાં સોનાલિકા તેના પતિ સમીર તરફ નજર કરી રહી છે. બંને એકબીજાને જોઈને હસી રહ્યા છે. આ તસવીર તેના લગ્ન હોવાનું મનાઈ રહ્યું છે.
View this post on Instagram
આ તસ્વીર લખ્યું હતું કે, અમે 19 વર્ષથી સાથે રહીએ છીએ. આ એજ સ્માઈલ છે જે આજે પણ મારા ચહેરા પર જોવા મળે છે. અમે આવનારા વર્ષો સુધી એકબીજાને જાણીશું અને સમજીશું. જે અમારી યાદ બનશે. સોનાલિકાએ પતિ સમીર જોશી સાથે તસ્વીર શેર કરી હતી. સોનાલિકાએ ઇન્સ્ટાગ્રામ પર તેના પતિની તસ્વીર શેર કરી છે. સોનાલિકાને એક દીકરી છે જેનું નામ આર્ય છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, સોનાલીકા મરાઠી-હિન્દુ પરિવારમાંથી આવે છે. કારકિર્દીની શરૂઆતમાં તેમણે થિયેટરમાં ઘણું કામ કર્યું. આ પછી તે ઘણી મરાઠી સિરિયલોમાં જોવા મળી હતી. પરંતુ તારક મહેતા કાર્યક્રમથી તેને મોટી ઓળખ મળી. સોનાલિકા હાલમાં તેના પતિ સાથે મુંબઇમાં રહે છે. બંનેને એક પુત્રી છે. માધવભાભી ખુદનો બિઝનેસ પણ કરે છે.
View this post on Instagram