બીજેપી નેતા, બિગ બોસ ફેમ અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સોનાલીના ભાઈ વતન ઢાકાએ તેના મોતના સમાચારની પુષ્ટિ કરી હતી. સોનાલીના મોત ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, સોનાલીના ભાઈ અને માતાએ પણ તેની મોત અંગે ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે હાલ સોનાલી ફોગાટનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે.
સામે આવેલો વીડિયો માત્ર થોડી જ સેકેંડનો છે પરંતુ આ વીડિયો ઘણું બધું કહી જાય છે. આ વીડિયો કોઈ ડિસ્કોનો હોય તેમ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સોનાલી તેના PA સુધીર અને સુખવિન્દર સાથે ડાન્સ કરી રહી છે. સોનાલી કાળા ડ્રેસમાં જોવા મળે છે, અને સુધીર તેમજ સુખવિન્દરની વચ્ચે તે ડાન્સ કરી રહી છે, આ દરમિયાન સોનાલી થોડી અસહજ પણ દેખાઈ રહી છે.
વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે સોનાલી એ બંનેથી છૂટવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સુધીર અને સુખવિન્દર વારાફરથી સોનાલીને પકડી અને ડાન્સ કરવા માટે મજબુર કરી રહ્યા છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આ ડાન્સ પૂર્ણ થયા બાદ સુખવિન્દર એક વ્યક્તિ પાસેથી પોતાનો મોબાઈલ પરત લઇ રહ્યો છે, જેના કારણે એવું પણ પ્રતીત થાય છે કે આ વીડિયો સુખવિન્દરે જાતે જ બનાવડાવ્યો હશે.
ત્યારે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઇ કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને એમ પણ કહી રહયા છે કે આ વીડિયો સોનાલીના મોતના એક દિવસ પહેલાનો છે, તો ઘણા લોકોનો એવો પણ દાવો છે કે આ વીડિયો એક મહિના પહેલાનો છે. તો આ વીડિયો અંગે હજુ સુધી સોનાલીના ભાઈએ પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.
#SonaliPhogat ‘s PA Sudhir and Sukhwinder dancing together at a disco; Did not look comfortable, kept liberating herself again and again.#SonaliPhogatDeath #Viral #viralvideo #BJP #tiktokleaked #whatsappshow #RajuSrivastava #India #PegasusSpyware #SupremeCourt #BilkisBanoCase pic.twitter.com/UXbElEAFIn
— Abushahma Khan (@Abushahma007) August 25, 2022
તો ગત રોજ સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ પોલીસને એક લેખિત ફરિયાદ પણ કરી હતી. જેમાં તેમને આક્ષેપો કર્યા હતા કે તેની બહેને કહ્યું હતું કે 3 વર્ષ પહેલા સુધીર સાંગવાને જમવામાં નશીલા પદાર્થ ભેળવીને મારી સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. બીજી તરફ સોનાલીના ભાઈએ આરોપ લગાવ્યો છે કે સુધીર સાંગવાન તેની બહેનને બ્લેકમેલ કરતો હતો.