ચંપલ-થપ્પડ કાંડ કર્યા બાદ ઘણી ચર્ચામાં આવી ગઇ હતી સોનાલી ફોગાટ, મળી હતી એક લેડી દબંગના રૂપમાં નવી ઓળખ- જુઓ વીડિયો

આખરે કેમ સોનાલીએ એક સરકારી અધિકારીને થપ્પડ વાળી કરીને ધોઈ નાખ્યો, વીડિયો થયો વાયરલ

હરિયાણા બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ હવે આ દુનિયામાં નથી. તેનું 41 વર્ષની વયે રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ. જો કે, પહેલા તો તેનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યુ હતુ, પરંતુ તે પછી આ મામલે ડગ એંગલ સામે આવ્યો અને સોનાલીની હત્યાની સાજિશ કરાઇ હોય તેવું સામે આવતા આ કેસમાં કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી, હાલ તો આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. સોનાલીના મોતના સમાચારથી તેના લાખો ચાહકો ચોંકી ગયા છે. આ દરમિયાન સોનાલી ફોગાટનો એક જૂનો વીડિયો ટ્વિટર પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે,

જેમાં તે એક સરકારી કર્મચારીને ચપ્પલ વડે મારતી જોવા મળી રહી છે. આ વીડિયો હરિયાણાના હિસારની અણજ મંડીનો છે. સોનાલી ફોગટે કથિત રીતે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કર્મચારીને થપ્પડ માર્યા બાદ ચપ્પલ વડે માર માર્યો હતો. અનાજ મંડીના કર્મચારી સુલતાન સિંહ પર સોનાલી ફોગાટ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો. જે બાદ સોનાલી ફોગાટ ગુસ્સામાં એટલી ભડકી ગઈ કે તેણે તરત જ તેના ચપ્પલ ઉતારી દીધા અને ત્યાં કર્મચારી સાથે મારપીટ કરી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સોનાલી ફોગાટ કર્મચારી પર બૂમો પાડી રહી છે અને મારી રહી. તમને જણાવી દઈએ કે આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ખૂબ જ ગરમ થઈ ગયું હતું. કોંગ્રેસે પણ તેને મુદ્દો બનાવવાની કોશિશ કરી હતી.આપને જણાવી દઈએ કે સોનાલી ફોગાટે 2019ની હરિયાણાની ચૂંટણી આદમપુર સીટથી ભાજપની ટિકિટ પર લડી હતી. તે કુલદીપ બિશ્નોઈ સામે મેદાનમાં હતી. અગાઉ તે ટિકટોકર તરીકે લાઇમલાઇટમાં આવી હતી. આ પછી, તેને બિગ બોસથી વધુ લોકપ્રિયતા મળી.

બિગ બોસ 14માં તે 33 દિવસ સુધી ઘરની અંદર રહી હતી. હરિયાણાના પ્રખ્યાત ચપ્પલ થપ્પડ કાંડનો વીડિયો વાયરલ થયા બાદ સોનાલી ફોગાટ એક લેડી દબંગ તરીકે પ્રખ્યાત થઈ ગઈ હતી. સોનાલી ફોગાટે આ કેસ પછી મીડિયામાં કહ્યું હતું કે જો કોઈ મહિલા દેખાવમાં સારી અને એકલી હોય તો તેને જીવવા દેવામાં આવતી નથી. તેને માનસિક ઉત્પીડન સહન કરવું પડે છે અને તેના વિશે ખોટી વાતો કરવામાં આવે છે. લોકો દરેક રીતે આવી મહિલાઓને ઘરે બેસવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરે છે અથવા તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. પતિના અવસાન પછી તેણે આવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તે વધુ મજબૂત બની.

Shah Jina