મોત વાળી રાત્રે સોનાલી ફોગાટે માતાને ફોન કરી કહ્યુ હતુ- કંઇક ગડબડ લાગી રહી છે, કોઇ મારા વિરૂદ્ધ…

નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં નિધન થયું છે. ગોવા પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે 42 વર્ષીય સોનાલીનું મોત હાર્ટ એટેકથી થયું હતું. જો કે, સોનાલી ફોગાટની બહેને તેના મોતને કાવતરું ગણાવ્યું હતું. સોનાલી ફોગાટની બહેને જણાવ્યું કે સોનાલી ફોગાટે સોમવારે સવારે તેની માતા સાથે વાત કરી હતી. આ દરમિયાન સોનાલીએ તેની માતાને કહ્યું કે મને કંઈક ખોટું લાગે છે. એવું લાગે છે કે મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. સોનાલીની બહેને જણાવ્યું કે તેઓએ એક દિવસ પહેલા આ વિશે વાત કરી હતી. આ દરમિયાન સોનાલી ફોગાટે કહ્યું હતું કે તે ઠીક છે. શૂટિંગ માટે જઇ રહી છે.

તેણે કહ્યું હતું કે તે 27મીએ પરત આવશે. જ્યારે સોમવારે આ બન્યું ત્યારે તેણે તેની માતા સાથે વાત કરી હતી. આ દરમિયાન સોનાલીએ તેની માતાને કહ્યું કે ખોરાક ખાધા પછી તેના શરીરમાં કંઈક હલચલ થઈ રહી છે અને એવું લાગે છે કે ખાવામાં કંઈક ખોટું થયું છે, કદાચ કોઈ કાવતરું કરી રહ્યું છે. જેથી પરિવારજનોને શંકા છે કે તેની હત્યા કરવામાં આવી છે. તે લોકોની માગ છે કે, આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ.હરિયાણાના હિસાર જિલ્લાની સોનાલી ફોગાટના કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સોનાલી 22 થી 25 દરમિયાન ગોવાના ટૂર પર હતી. સોનાલીના મૃત્યુની પુષ્ટિ તેના ભાઈ વતન ઢાકાએ જ કરી હતી.મીડિયા અહેવાલો અનુસાર, સોનાલી ફોગાટને અસ્વસ્થતાની ફરિયાદ બાદ ઉત્તર ગોવા જિલ્લાના અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ગોવાના ડીજીપી જસપાલ સિંહે પણ પુષ્ટિ કરી છે કે ફોગાટ અંજુના ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટમાં હતા, જે દરમિયાન તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવી. જો કે, તેમણે કહ્યું કે આ મામલે કોઈ ગેરરીતિ નથી. સોનાલી ફોગાટના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન નથી.

તેમણે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. સોનાલીના લગ્ન હિસારના સંજય ફોગાટ સાથે થયા હતા. ડિસેમ્બર 2016માં સંજય ફોગાટનું ફાર્મ હાઉસમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. સોનાલી તે સમયે મુંબઈમાં હતી. સોનાલીને એક દીકરી પણ છે. સોનાલી શરૂઆતથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તેણે દૂરદર્શનના એક હરિયાણવી કાર્યક્રમમાં એન્કરીંગ કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેને ઝી ટીવીની AMMA સિરિયલમાં પણ કામ મળ્યું. આ શો ભારત પાકિસ્તાનના ભાગલાની થીમ પર હતો.

સોનાલી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર હતી. તે ટિકટોક સ્ટાર પણ હતી. સોનાલીને ભાજપ દ્વારા મહિલા મોરચાની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી હતી. તે હરિયાણા, નવી દિલ્હી, ચંદીગઢમાં એસટી વિંગની પ્રભારી પણ હતી. તે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની સભ્ય પણ હતી.સોનાલીએ પંજાબી અને હરિયાણવી ફિલ્મો, મ્યુઝિક વીડિયો કર્યા હતા. વર્ષ 2019માં તેણે ફિલ્મ છોરીયા છોરોં સે કમ નહીં હોતીમાં કામ કર્યું. આ તેની પ્રથમ ફિલ્મ હતી.

Shah Jina