સોનાલી ફોગાટની અંતિમ વિદાય, દીકરીના હૈયાફાટ રુદનથી ભાવુક થઇ ગયો આખો માહોલ, નજારો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે

અભિનેત્રી, બિગબોસ ફેમ, ટિક્ટોક સ્ટાર અને નેતા સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટ 2022ના રોજ નિધન થયું હતું. શરૂઆતમાં સોનાલી ફોગાટનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ હવે તેના મોત બાદ એક પછી એક નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. તેના ફોરેન્સિક રિપોર્ટમાં પણ શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે ગુરુવારે ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોતના સંબંધમાં હત્યાનો કેસ નોંધ્યો હતો.

ત્યારે આજે સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કાર હિસારમાં કરવામાં આવ્યા. અંતિમ દર્શન માટે મૃતદેહને ધુન્દૂર ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હતો.  ઋષિ નગર સ્થિત સ્મશાનગૃહમાં સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સોનાલી ફોગાટનો મૃતદેહ ગુરુવારે રાત્રે લગભગ 11.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો.

સોનાલીનો મૃતદેહ બપોરે 2.30 વાગ્યે હિસાર પહોંચ્યો હતો. જે બાદ સોનાલીનો મૃતદેહ હિસાર સિવિલ હોસ્પિટલના માર્ચરી હાઉસમાં રાખવામાં આવ્યો. સોનાલીના પરિવારજનો મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પહેલા મૃતદેહને અહીંથી સોનાલીના ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સોનાલીની અંતિમ વિદાયમાં પરિવાર સાથે દીકરી યશોધરાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. દીકરીના રુદનને જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. આ નજારો કોઈના પણ કાળજા કંપાવી દેવો હતો. સોનાલીના મોત બાદ તેની 15 વર્ષની દીકરી એકલી થઇ ગઈ છે. તેના પિતા એટલે કે સોનાલીના પતિનું પણ વર્ષો પહેલા નિધન થઈ ગયું હતું.

સોનાલી ફોગાટની દીકરી યશોધરાએ તેની માતાને ન્યાય મળે તે માટે સરકારને વિનંતી કરી. માતાના અવસાન બાદ તેના માસી પાસે રહેતી યશોધરા રડી પડી અને એક એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું “મારી માતા ન્યાયને પાત્ર છે. કેસની યોગ્ય તપાસ થવી જોઈએ. ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ.”

તમને જણાવી દઈએ કે ગત રોજ બપોરે સમાચાર આવ્યા હતા કે સોનાલી ફોગાટના ફાર્મ હાઉસમાંથી તેનું કોમ્પ્યુટર અને લેપટોપ ગુમ થઈ ગયું છે. સોનાલીના ભત્રીજા એડવોકેટ વિકાસે સોનાલીના મોત માટે તેના પીએ સુધીર સાંગવાનને જવાબદાર ઠેરવ્યા છે. વિકાસે સુધીર સાંગવાન પર સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, આ કેસમાં, સોનાલી ફોગાટના પીએને ગોવા પોલીસે કસ્ટડીમાં લીધા છે. સુધીર સાંગવાન સોનાલી સાથે ગોવામાં હાજર હતા. પરિવારે પણ સુધીર પર સવાલો ઉઠાવ્યા હતા.

Niraj Patel