સોનાલી ફોગાટની દીકરી માતાનું નિધન થતા જ અનાથ થઇ ગઈ, માતાની મૃત્યુ પર આપ્યું મોટું નિવેદન

ટિક-ટોક સ્ટાર અને ‘બિગ બોસ’ ફેમ સોનાલી ફોગાટે 23 ઓગસ્ટ 2022ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. શરૂઆતમાં સોનાલી ફોગાટનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ હવે તેના મોત બાદ એક પછી એક નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ મામલે સોનાલીના ભાઈએ તેના પીએ ઉપર ગંભીર આરોપો લગાવ્યા. જેના બાદ તેનો ફોરેન્સિક રિપોર્ટ પણ સામે આવ્યો અને તેમાં તેના શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે ગુરુવારે ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોતના સંબંધમાં હત્યાનો કેસ નોંધ્યો હતો.

સોનાલીના ભાઈ રિંકુ ઢાકાની ફરિયાદ પર સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે સોનાલીની દીકરીએ પણ માતાના મોત પર પોતાનું મૌન તોડ્યું છે. સોનાલી ફોગાટની 16 વર્ષની દીકરી યશોધરાની એકલતા જોઈને દરેકનું દિલ તૂટી ગયું છે. માતાના જવાથી તે એકલી પડી ગઈ છે. સોનાલીના પતિનું 6 વર્ષ પહેલા રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.

સોનાલી ફોગટની દીકરી યશોધરાએ તેની માતાને ન્યાય મળે તે માટે સરકારને વિનંતી કરી. માતાના અવસાન બાદ તેના માસી પાસે રહેતી યશોધરા રડી પડી અને એક એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું “મારી માતા ન્યાયને પાત્ર છે. કેસની યોગ્ય તપાસ થવી જોઈએ. ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ.”

રિંકુએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સુધીર સાંગવાને સોનાલીને ખાવામાં કંઈક ભેળવીને બળાત્કાર કર્યો હતો. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂતાન કલાન ગામની રહેવાસી રિંકુએ પણ સુધીર પર સોનાલીનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુધીર સાંગવાન લગભગ એક વર્ષથી સોનાલી પર રેપ કરી રહ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની મિલકત હડપ કરવાના ઈરાદે સોનાલીની હત્યા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ગત રોજ બપોરે સમાચાર આવ્યા હતા કે સોનાલી ફોગાટના ફાર્મ હાઉસમાંથી તેનું કોમ્પ્યુટર અને લેપટોપ ગુમ થઈ ગયું છે. સોનાલીના ભત્રીજા એડવોકેટ વિકાસે સોનાલીના મોત માટે તેના પીએ સુધીર સાંગવાનને જવાબદાર ઠેરવ્યા છે. વિકાસે સુધીર સાંગવાન પર સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, આ કેસમાં, સોનાલી ફોગાટના પીએને ગોવા પોલીસે કસ્ટડીમાં લીધા છે. સુધીર સાંગવાન સોનાલી સાથે ગોવામાં હાજર હતા. પરિવારે પણ સુધીર પર સવાલો ઉઠાવ્યા હતા.

Niraj Patel