અભિનેત્રી અને બીજેપી નેતા સોનાલી ફોગાટના મોત બાદ હવે એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. શરૂઆતમાં હૃદય રોગના હુમલાના કારણે થયેલી મોતની તપાસ બાદ આ આખો જ મામલો હત્યામાં પરિણમ્યો છે. તેની મોતના ફોરેન્સિક રિપોર્ટમાં પણ ઘણા બધા ચોંકાવનારા ખુલાસા થયા, જેના બાદ પોલીસે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
આજે સોનાલીના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા. ત્યારે હાલ સોનાલીના મોત પહેલાનો એક વીડિયો પણ સામે આવી રહ્યો છે, જેમાં પણ ઘણા ચોંકાવનારા ખુલાસા જોવા મળ્યા. આ વીડિયો ફૂટેજ CCTVમાં કેદ થયા હતા. આ એજ ગોવાની હોટલના સીસીટીવી ફૂટેજ છે જેમાં સોનાલી રોકાઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર આ સીસીટીવી ફૂટેજ સોનાલીની ગોવાની એક હોટલમાંથી બેભાન અવસ્થામાં લઈ જતા વખતનો છે. આ નવા વીડિયોમાં સોનાલી ફોગાટ લથડિયાં ખાતી જોવા મળી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તેનો PA તેને હોટલની બહાર લઈ જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ CCTV ફૂટેજ તે સમયના છે જ્યારે સોનાલી ફોગાટને હાર્ટ એટેક આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાછળથી તપાસમાં, તેના પીએએ કબૂલ્યું હતું કે તેને અમુક પ્રવાહી સાથે કોઈ પ્રકારનો પદાર્થ આપવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સોનાલી ફોગાટને તેના મૃત્યુ પહેલા તેના બે સહયોગીઓએ એક પાર્ટી દરમિયાન માદક દ્રવ્ય આપ્યું હતું. આ બંને ફોગટ ‘હત્યા’ના આરોપી છે. પોલીસ મહાનિરીક્ષક ઓમવીર સિંહ બિશ્નોઈએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ પીણામાં “કેટલાક રાસાયણિક પદાર્થ” ઉમેરતા જોઈ શકાય છે, જે અંજુના રેસ્ટોરન્ટમાં યોજાયેલી પાર્ટીમાં ફોગટને પીરસવામાં આવી હતી.
અટકાયત કરાયેલા આરોપી સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહ 22 ઓગસ્ટે ફોગટ સાથે ગોવા ગયા હતા. બિશ્નોઈએ કહ્યું કે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ઉત્તર ગોવાના અંજુના રેસ્ટોરન્ટમાં ફોગટને ડગ પીવડાવવાનું કબૂલ્યું હતું. તેમણે કહ્યું કે બંને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
सोनाली फोगाट की मौत से ठीक पहले CCTV फुटेज सामने आई है, इस फुटेज से चौंकाने वाले खुलासे हो रहे हैं।#SonaliPhogat #SonaliPhogatDeathMystery pic.twitter.com/IXmrMxwKRY
— Ayush Mishra 🇮🇳 (@MAyush2204) August 26, 2022
ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક નિષ્ણાતોએ ગુરુવારે સવારે ફોગાટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી, અંજુના પોલીસે હત્યાના આરોપને “અકુદરતી મૃત્યુ” સાથે જોડ્યો હતો અને જણાવ્યું હતું કે રિપોર્ટમાં તેના શરીર પર ઇજાના ઘણા નિશાન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.