સોનાલી ફોગાટ કેસમાં આટલા બધા લોકોને ઝડપી લીધા, જાણો સમગ્ર મામલો

સોનાલી ફોગાટના મોત કેસમાં મોટું એક્શન લેવાયું….આટલા બધા લોકોને પકડી લીધા- જાણો સમગ્ર મામલો

થોડા દિવસ પહેલા થયેલ ટિક્ટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટ કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે, પોલીસે પણ હવે આ મામલાની ગંભીરતા જોતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. શરૂઆતમાં આ કેસને હાર્ટ એટેક માનવામાં આવતો હતો, પરંતુ સોનાલીના ભાઈના આરોપો અને ફોરેન્સિક રિપોર્ટ બાદ આ કેસમાં એક પછી એક નવા વળાંકો જોવા મળ્યા છે.

સોનાલીના મોતના મામલામાં ગોવા પોલીસે હાલ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગોવામાં કર્લી ક્લબના માલિકની ધરપકડ કરી છે. આ સાથે પોલીસને ક્લબના બાથરૂમમાંથી ડગ પણ મળી આવ્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. ફોગાટના પીએ સુધીર સાંગવાન, કર્લી ક્લબના માલિક સુખવિંદર સિંહ અને ડગ પેડલર પોલીસની કસ્ટડીમાં છે. કર્લી ક્લબના માલિકની ધરપકડ કરતા પહેલા પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના આરોપો બાદ સુધીર અને સુખબિંદરની ધરપકડ કરી હતી.

સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી 22 ઓગસ્ટે ફોગાટ સાથે ગોવા પહોંચ્યા હતા. વાસ્તવમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે સોનાલીના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. ત્યાં ગોવા પોલીસે એક CCTV ફૂટેજ કબજે કર્યું છે, જેમાં સુધીર સોનાલીને બોટલમાંથી કંઈક આપતા જોવા મળે છે, પરંતુ ટિક ટોક સ્ટાર તેને વારંવાર રોકી રહી છે, તે પદાર્થ પીવાનું ટાળી રહી છે. હવે પોલીસને શંકા છે કે આ પદાર્થ MDMA ડગ છે જે સોનાલીને આપવામાં આવી રહ્યો છે. તેની પુષ્ટિ કરવા માટે કેમિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ સોનાલી ફોગાટના મોતના કેસની નજીકથી તપાસ કરી રહી છે. એવું બહાર આવ્યું છે કે ડગ પેડલરે હોટલમાં સુખવિંદરને MDMA આપ્યું હતું. સુખવિંદરે ટોયલેટમાં ડગ છુપાવી દીધું હતું. પોલીસે 2 ગ્રામ ડગ કબજે કર્યું છે. ગોવા પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 20-25થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. જેમાં કર્લી રેસ્ટોરન્ટના કર્મચારીઓ પણ સામેલ છે. અંજુના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્લી ક્લબના માલિકની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ આરોપી સુધીર સાંગવાન અને સુખવિંદરને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ ગોવા પોલીસ બંને આરોપીઓની 14 દિવસની કસ્ટડી માંગશે. આઈજી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું હતું કે સોનાલી ફોગટના ભાઈની ફરિયાદ બાદ અમે હત્યાનો કેસ નોંધ્યો હતો અને અમે તમામના નિવેદન લીધા હતા અને તેઓ જ્યાં ગયા હતા તે સ્થળોની મુલાકાત લીધી હતી, આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પૂછપરછમાં અમને જાણવા મળ્યું હતું કે સોનાલી ફોગટ બળજબરીથી કોઈ પદાર્થ અથવા અન્ય કઈ આપવામાં આવ્યું હતું.

Niraj Patel