આ વ્યક્તિએ અભિનેત્રી સોનાલી પર બળાત્કાર કરીને મારી નાખી, ગોવામાં સોનાલીને નશો કર્યો, આવો આરોપ ભાઈએ નાખતા મચ્યો હોબાળો

ગત રોજ બીજેપી નેતા, બિગ બોસ ફેમ અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું. સોનાલીના ભાઈ વતન ઢાકાએ તેના મોતના સમાચારની પુષ્ટિ કરી હતી. ત્યારે હવે સોનાલીના મોત બાદ એક નવો વળાંક સામે આવ્યો છે, સોનાલીના ભાઈ રીન્કુ ઢાકાએ સોનાલીના પીએ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે.

રિંકુ ઢાકાએ પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં આ આક્ષેપો કર્યા છે. સોનાલીના ભાઈએ કહ્યું કે તેની બહેને કહ્યું હતું કે 3 વર્ષ પહેલા સુધીર સાંગવાને જમવામાં નશીલા પદાર્થ ભેળવીને મારી સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. બીજી તરફ સોનાલીના ભાઈએ આરોપ લગાવ્યો છે કે સુધીર સાંગવાન તેની બહેનને બ્લેકમેલ કરતો હતો.

તેની સાથે ઘણી વખત બળાત્કાર કરતો હતો. સાથે જ તેણે કહ્યું કે જો તું કોઈને કંઈ કહે તો હું તારી ફિલ્મ અને રાજકીય કારકિર્દી ખતમ કરી દઈશ. ત્યારથી તેણે એટલું દબાણ બનાવ્યું હતું કે સોનાલીએ ડરના કારણે સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આરોપ છે કે સુધીર સાંગવાન સોનાલીનો ફોન, પ્રોપર્ટી પેપર્સ, એટીએમ અને ઘરની ચાવી પોતાની પાસે રાખતો હતો.

તો બીજી તરફ સોનાલીના ભાઈએ પણ સુધીર સંગવાર પર ચોરી અને ફૂડમાં ભેળસેળનો આરોપ લગાવ્યો છે. ભાઈએ પોલીસમાં આપેલી ફરિયાદમાં આ વાતનો ખુલાસો થયો છે. બીજી તરફ સોનાલી ફોગાટના નાના ભાઈ રિંકુ ઢાકાએ પણ ગોવા પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે.

સોનાલી ફોગટના ભાઈએ કહ્યું કે તેમની વાત સાંભળવામાં આવી રહી નથી. સોનાલીના ઓફિશિયલ ફેસબુક પેજ પર રિંકુ ઢાકાએ ગોવામાં પોલીસ સ્ટેશન સામે ઉભા રહીને આ વાત કહી હતી. તેમણે કહ્યું કે અહીં અમારી વાત સાંભળવામાં આવી રહી નથી. સોનાલી ફોગાટના ભાઈએ કહ્યું કે અમે ખૂબ જ પરેશાન છીએ. ગોવા પ્રશાસન નિંદ્રાધીન છે. અમે પોલીસ સ્ટેશનની બહાર વરસાદમાં ભીના થઈએ છીએ.

આ ઉપરાંત તેને એમ પણ જણાવ્યું કે ગુનેગારો અંદર આરામથી બેઠા છે. તેમને કંઈ કહેવામાં આવતું નથી. તેઓ અંદર ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. બીજી તરફ, હિસારમાં સોનાલીના ફાર્મ હાઉસમાંથી ગુનેગારોએ લેપટોપ, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને ડીવીઆરની ચોરી કરી છે. ગુનેગારોના ઇશારે અહીં બધું ભૂંસી નાખવામાં આવી રહ્યું છે.

Niraj Patel