ખબર મનોરંજન

સોનાલી ફોગાટનો બળાત્કાર કરીને હત્યા કરી નાખી, અભિનેત્રીના ભાઈ રિન્કુનો જે વાત કહી તે જાણીને કંપારી છૂટી જશે

બીજેપી નેતા, બિગ બોસ ફેમ અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સોનાલીના ભાઈ વતન ઢાકાએ તેના મોતના સમાચારની પુષ્ટિ કરી હતી. સોનાલીના મોત ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેને લઈને પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. હરિયાણાના BJP નેતા સોનાલી ફોગાટના મૃત્યુ સાથે જોડાયેલા મામલે હવે તેમની સાથે દુષ્કર્મ થયું હોવાના અને બ્લેકમેલ કરવાના આરોપ લાગ્યા છે.

હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂથનકલાં ગામમાં રહેતા અભિનેત્રીના નાના ભાઈ રિન્કુ ઢાકાએ પોતાની બહેનના PA સુધીર સાંગવાન અને તેમના મિત્ર સુખવિંદર પર સોનાલીના ખાવામાં નશીલા પદાર્થ મેળવીને તેની સાથે દુષ્કર્મ કરવાનો અને વીડિયો બનાવીને બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાઈ રિન્કુ ઢાકાએ જણાવ્યું કે તેની સિસ્ટરના લગ્ન હિસારમાં થયા હતા. થોડાં વર્ષ પહેલાં જીજાજી સંજય ફોગાટનું નિધન થયું હતું.

પછી સોનાલી પાર્ટીમાં સામેલ થઈ અને રાજનીતિની સાથે પોતાના કરિયરમાં વ્યસ્ત રહી. 2019ની ચૂંટણી દરમિયાન રોહતક નિવાસી સુધીર સાંગવાન તેમજ ભિવાની નિવાસી સુખવિંદર કાર્યકર્તા તરીકે આવ્યા અને સોનાલી સાથે જોડાઈ ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૃત્યુની આગળની રાતે સોનાલી ફોગાટ અને PA સુધીર સાંગવાન ગોવાના એક રિસોર્ટના એક જ રૂમમાં રોકાયા હતા.

રાતે 12 વાગ્યા પછી બંને એક ડાન્સ બારમાં સાથે ગયા હતા. ત્યાં ત્રણ કલાક વિતાવ્યા પછી સોનાલી ફોગાટની તબિયત લથડી હતી. તબિયત ખરાબ થયા પછી સુધીર સાંગવાન ફરીથી તેમને રિસોર્ટના રૂમમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ જાણકારી મળી હતી કે તેઓ મૃત છે. સોનાલીના ભાઈ અને માતાએ પણ તેની મોત અંગે ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે હાલ સોનાલી ફોગાટનો એક નવો વીડિયો સામે આવ્યો છે

સામે આવેલો વીડિયો માત્ર થોડી જ સેકેંડનો છે પરંતુ આ વીડિયો ઘણું બધું કહી જાય છે. આ વીડિયો કોઈ ડિસ્કોનો હોય તેમ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સોનાલી તેના  PA સુધીર અને સુખવિન્દર સાથે ડાન્સ કરી રહી છે. સોનાલી કાળા ડ્રેસમાં જોવા મળે છે, અને સુધીર તેમજ સુખવિન્દરની વચ્ચે તે ડાન્સ કરી રહી છે, આ દરમિયાન સોનાલી થોડી અસહજ પણ દેખાઈ રહી છે.

વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે સોનાલી એ બંનેથી છૂટવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સુધીર અને સુખવિન્દર વારાફરથી સોનાલીને પકડી અને ડાન્સ કરવા માટે મજબુર કરી રહ્યા છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આ ડાન્સ પૂર્ણ થયા બાદ સુખવિન્દર એક વ્યક્તિ પાસેથી પોતાનો મોબાઈલ પરત લઇ રહ્યો છે, જેના કારણે એવું પણ પ્રતીત થાય છે કે આ વીડિયો સુખવિન્દરે જાતે જ બનાવડાવ્યો હશે.

ત્યારે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઇ કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને એમ પણ કહી રહયા છે કે આ વીડિયો સોનાલીના મોતના એક દિવસ પહેલાનો છે, તો ઘણા લોકોનો એવો પણ દાવો છે કે આ વીડિયો એક મહિના પહેલાનો છે. તો આ વીડિયો અંગે હજુ સુધી સોનાલીના ભાઈએ પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.

તો ગત રોજ સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ પોલીસને એક લેખિત ફરિયાદ પણ કરી હતી. જેમાં તેમને આક્ષેપો કર્યા હતા કે તેની બહેને કહ્યું હતું કે 3 વર્ષ પહેલા સુધીર સાંગવાને જમવામાં નશીલા પદાર્થ ભેળવીને મારી સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો અને વીડિયો પણ બનાવ્યો હતો. તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો. બીજી તરફ સોનાલીના ભાઈએ આરોપ લગાવ્યો છે કે સુધીર સાંગવાન તેની બહેનને બ્લેકમેલ કરતો હતો.