કેનેડામાં ગુજરાતી સોનાલીને થયુ છેલ્લા સ્ટેજનું કેન્સર, અચાનક બધા અંગોએ કામ કરવાનું કરી દીધુ બંધ, દુઃખદ સમાચાર…

કેનેડામાં ગુજરાતી દીકરીનું નિધન થતા સૌકોઈ ભાવુક થઇ ગયા, થયુ છેલ્લા સ્ટેજનું કેન્સર, જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશ-વિદેશમાંથી ઘણીવાર એવા એવા મોતના સમાચાર સામે આવે છે કે આપણે પણ હેરાન રહી જઇએ. ત્યારે હાલમાં એક યુવતિના મોતનો મામલો હેરાન કરી દેનારો સામે આવ્યો. આ યુવતિનું નામ સોનાલી હઠીસિંહ ચાવડા છે અને તેનું કમનસીબે નિધન થતા પરિવારમાં માતમ ફેલાયો છે.

સોનાલીના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે બાદ તેનું નિધન થતા પરિવાર અને મિત્રો બધાને તે કાયમ માટે છોડીને ચાલી ગઇ. સોનાલીના એક નજીકના મિત્રએ સોનાલીને લઇને એક પોસ્ટ શેર કરી છે અને સોનાલીના પરિવારને મદદ કરવા માટે ફંડ પણ એકઠુ કરવાનું શરૂ કર્યુ છે. અત્યાર સુધીમાં 20 હજાર ડોલર જેટલું ફંડ એકઠું પણ થઇ ગયુ છે.

રવિએ લખ્યુ- હાય, મારું નામ રવિ દવે છે અને હું મારી નજીકની મિત્ર (બહેન) સોનાલી હઠીસિંહ ચાવડા માટે ભંડોળ ભેગુ કરી રહ્યો છું ! તે 10મી એપ્રિલથી હોસ્પિટલમાં દાખલ હતી અને તે કેન્સરના છેલ્લા તબક્કામાં હોવાનું નિદાન થયું હતુ અને તે તેના છેલ્લા કેટલાક શ્વાસો ગણી રહી હતી. તેના માતા-પિતા આપાત સ્થિતિમાં તેને જોવા અને સમર્થન આપવા માટે ઘરેથી પાછા ચાલ્યા ગયા.

હું તેના માતા-પિતા અને સમગ્ર પરિવાર વતી દરેકને વિનંતી કરું છું કે તમારા માટે શક્ય હોય તે ક્ષમતામાં તેને મદદ કરો! સોનાલી એક ખૂબ જ આશાસ્પદ વ્યક્તિ હતી, જે કેનેડા આવી હતી. આપણામાંથી મોટાભાગના લોકો જીવનમાં સફળતા મેળવવા અને તેના માતા-પિતાને ગૌરવ અપાવવા આવતા હોય છે અને તે પણ એ જ આશાએ આવી હતી. તેણે કેનેડામાં અભ્યાસ પૂર્ણ કર્યો અને તે વર્ક પરમિટ પર હતી. તે પોતાના સ્થાયી નિવાસની પ્રતીક્ષા કરી રહી હતી પણ નિયતિને કંઇ બીજું જ મંજુર હતુ.

તેને થોડા અઠવાડિયા પહેલા પેટમાં દુખાવાની ફરિયાદ હતી અને તેના કારણે બધી નકારાત્મક ખબરો આવી અને અમે પ્રાર્થના કરી કે એવું ના હોય, પણ દુર્ભાગ્યથી હવે તે તેના છેલ્લા થોડા કલાકો અને છેલ્લી મિનિટો ગણી રહી છે. હું તમને વિનંતી કરીશ કે તમે તમારી ક્ષમતામાં તેને અને તેના પરિવારને ટેકો આપો અને કૃપા કરીને આ ભંડોળ ઊભુ કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં અન્ય લોકો સાથે શેર કરો. જો કે, સોનાલીનું નિધન થઇ ગયુ છે.

Shah Jina