મનોરંજન

લગ્નની 17મી એનિવર્સરી પર ભાવુક થઇ સોનાલી બેન્દ્રે, પોસ્ટ કરતાં લખ્યું કેન્સર પછી બદલાય ગયા છે ગોલ્ડી- જુઓ 10 PHOTOS

બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલમાં સિલ્વર સ્ક્રિનથી દૂર છે. પણ તે પોતાના અભિનય અને અદાથી લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવવામાં સફળ થઇ છે, પરંતુ ગયા વર્ષે સોનાલીને ખબર પડી કે તેને કેન્સર થઇ ગયું છે. આ ખબર સાંભળીને તેને ચાહકોને પણ ખુબ જ આઘાત લાગ્યો હતો. પરંતુ સોનાલીએ કેન્સર સામે હિંમત ન હારી અને તેનો સામનો કર્યો. હાલમાં તેઓ સ્વસ્થ છે અને તેઓ પાછા પોતાના વતન આવી ગયા છે.

સોનાલી પોતાના લગ્નની 17મી એનિવર્સરી માનવી અને આ ખાસ દિવસે તેને તેના પતિ અને ફિલ્મમેકર ગોલ્ડી બહલ માટે એક પોસ્ટ શેર કરી છે. આ ખુબ ભાવુક કરી દે તેવી પોસ્ટ છે. આ પોસ્ટમાં તેને તેના પતિ સાથેની એક તસ્વીર શેર કરી છે અને આ તસ્વીરમાં જણાવ્યું હતી કે કેન્સર થયા પછી તેનો પતિમાં થોડો બદલાવ આવ્યો છે.

સોનાલીએ લખ્યું હતું કે, ‘ગયા વર્ષે આ દિવસે અમે ન્યુયૉર્કના હોસ્પિટલમાં હતા, બેન્દ્રે-બહેલે બે સમય જોયા છે કેન્સર પહેલા અને કેન્સર પછી.’ તેને આગળ જણાવતા કહ્યું કે, ‘જયારે મારો હેતુ જીવનમાં આગળ વધવાનો અને બીજી વસ્તુઓ ધ્યાન કેન્દ્રિત કરવાનો અને પોતાની જાતને બદલવાનો છે. તો પોતાની 17 મી એનિવર્સરી પણ મેં વિચાર્યું કે અમે બ્રેક લઈએ અને રોડ ટ્રીપ પર જઈએ. કેન્સર પહેલા ગોલ્ડી ક્યારેય આ વાતથી રાજી ન થતા પણ હવે તે બદલાય ગયા છે. તેમને બધું સાઈડમાં મૂકીને મારા પર ફોકસ કર્યું અને હવે હું પણ તેમના પર ફોકસ કરી રહી છું.’

સોનાલીએ આગળ લખ્યું, ‘હેપ્પી એનિવર્સરી ગોલ્ડી, તમે વિચાર્યું પણ ન હોય એટલો હું તમને પ્રેમ કરું છું. મારી તબિયત અને મારી બીમારીમાં મારો સાથે આપવા બદલ ધન્યવાદ.’

 

View this post on Instagram

 

Happy Diwali everyone! May the lights of Diwali brighten up your lives ✨🌟 Outfit: @gopivaiddesigns

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

ગોલ્ડીએ પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા લખ્યું કે, ’17 વર્ષ પહેલા મેં આ ખુબસુરત વ્યક્તિ સાથે લગ્ન કરવાનો મારા જીવનનો સૌથી સારો નિર્ણય લીધો હતો. તમારા પ્રેમ બદલ ધન્યવાદ સોનાલી અને હેપ્પી એનિવર્સરી. જે વાત શબ્દોમાં પણ ન કહી શકાય તેના કરતાં પણ વધારે તું મારા માટે કિંમતી છે.’

ગોલ્ડીએ આગળ લખ્યું કે, ’17 વર્ષ પછી આપણે માત્ર શરૂઆત કરી રહ્યા છીએ હજી તો કેટલીય રોડ ટ્રીપ કરવાની છે અને તમારી સાથે જીવન જીવવાનું છે. કેમ કે તું જ મારી આજ અને કાલ છે.’ જણાવી દઈએ કે સોનાલી 2013માં છેલ્લીવાર ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ દોબારા’માં કેમિયા કરતા જોવા મળી હતી.

જણાવી દઈએ કે સોનાલી બેન્દ્રેએ ગોલ્ડી સાથે 12 નવેમ્બર 2002માં લગ્ન કર્યા હતા. જેના ત્રણ વર્ષ બાદ 11 ઓગસ્ટ 2005માં બંને માતાપિતા બન્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.