મનોરંજન

ગણેશજીના વિસર્જન બાદ આ જુહુ બીચની હાલત જોઈને સોનાલી બેન્દ્રેનું છલકાયું દર્દ, કહી દીધી આ વાત

10 દિવસ ચાલેલા ગણેશોત્સવનો આજે છેલ્લો દિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ ઘણી ફિલ્મી હસ્તીઓએ તેના ઘરમાં ગણેશજીની સ્થાપના કર ધામધૂમપૂર્વક વિદાઈ આપી હતી. દેશભરમાં આ તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે.

આ વચ્ચે ફિલ્મ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ મુંબઈના એક બીચની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીર જોતા થોડા સમય માટે તમે પણ અચરજમાં મુકાઈ જશો. આ તસ્વીર દ્વારા સોનાલીએ પ્રદુષણની સમસ્યા અને લોકોના ધ્યાન દેવાનો પ્રયાસ કર્યો છે.

સોનાલી બેન્દ્રેએ જે તસ્વીર શેર કરી છે તે મુંબઈના જાણીતા જુહુ બીચની છે. આ તસ્વીરમાં ગણેશજીની મૂર્તિની સાથે-સાથે ફૂલ-ફળ અને ઘણી બીજી વસ્તુઓ જોવા મળે છે.સોનાલી બેન્દ્રેએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘કાલે થયેલા વિસર્જનની તસ્વીર’. જો આ બરબાદીનો સંકેત ના હોય તો મને નથી ખબર કે આનાથી વધારે ખરાબ હાલત કઈ હોઈ શકે છે.આ સારું નથી.આપણે આને સુધારવું પડશે.

આ લખાય છે ત્યાં સુધીમાં આ ટ્વીટને 7 હજારથી વધુ લાઈક મળી ચુકી છે. સાથે જ હજારો લોકોએ રીટ્વીટ પણ કર્યું છે.

 

View this post on Instagram

 

Ganesh Chaturthi is one of my favourite festivals and I really missed celebrating it at home last year… Was part of the Aarti via FaceTime! I’m so glad to be back this year, healthier and stronger, celebrating with my family. I truly believe if there’s faith, it reflects more on the inside…in the dialogue between you and your God… so don’t lose that essence. Once again, we’ve taken the route of bringing an eco-friendly Ganesha & we’ll also immerse the Lord in our home 🙏🏻 May this Ganesh Chaturthi bring health, happiness and new beginnings to everyone, and may we all have the strength to overcome the obstacles that come our way. सर्वांना गणेश चतुर्थीच्या शुभेच्छा. 😄 गणपती बाप्पा मोरया

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

જણાવી દઈએ કે સોનાલી પણ ઘરે ગણેશજી લાવી હતી. સોનાલિએ પણ ગણેશજી સાથેનીતસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં ગણેશજીને ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. તો સોનાલી પણ શૂટમાં બહુજ ખુબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

Ganpati Bappa Morya… chala “उकडीचे मोदक” khauya 😋

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

આ તસ્વીર શેર કરતા સોનાલીએ લખ્યું હતું કે, ગણેશચતુર્થી મારા બધા તહેવાર પૈકીનો સૌથી વધુ ગમતો તહેવાર છે. ગયા વર્ષ હું આ તહેવારની ઉજવણી કરી શકી ના હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks