‘ચાર વર્ષ પછી…આ ખુરશી…આ નજારો’ જે હોસ્પિટલમાં થઇ હતી કેન્સરની સારવાર, તે જગ્યાએ પહોંચી સોનાલી બેન્દ્રે, કહ્યું- ડરથી લઈને આશા સુધી…

જે હોસ્પિટલમાં આપી હતી કેન્સરને માત ફરીથી ત્યાં પહોંચી ગઈ સોનાલી બેન્દ્રે,કહ્યું-ઈચ્છા થઇ કે દર્દીઓને કહું….”

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કોઈ ઓળખાણની જરૂર નથી. પોતાની કારકિર્દીમાં સોનાલીએ એકથી એક બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.સોનાલી ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ક્યુટનેસ અને ચુલબુલી અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. હંમેશા બિંદાસ રહેનારી સોનાલી એક સમયે ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ હતી.

વર્ષ 2018માં સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર હોવાની જાણ થઇ હતી જેના બાદ તેણે અમેરિકાની કેન્સર હોસ્પ્ટિલમાં સારવાર શરૂ કરાવી હતી. ઘણા સમય સુધી અમેરિકામાં સારવાર કરાવ્યા બાદ તે ઠીક થઇ ગઇ હતી અને પોતાના ઘરે પરત આવી હતી. હવે સોનાલી એકદમ ફિટ અને તંદુરસ્ત છે. એવામાં સોનાલીએ ઇન્સ્ટા પર પોતાની તસ્વીર શેર કરી છે જેમાં સોનાલી તે જ હોસ્પિટલમાં પહોંચી જ્યાં તેની સારવાર થઇ હતી. તેણે વીતેલા સમયને પણ યાદ કર્યો હતો.

સોનાલીએ પોતાની તસ્વીરોની નાની વિડીયો ક્લિપ બનાવીને શેર કરી છે જેમાં તે હોસ્પિટલની ખુરશી પર બઠેલી છે, જે હાલની તસ્વીર છે.જયારે એક તસ્વીરમાં સોનાલી અને ગોલ્ડી બહલ તે જ સોફા પર બઠેલા છે અને આ તસ્વીર ત્યારની છે જ્યારે તે ઈલાજ માટે પહોંચી હતી, અને સોનાલીને તે ક્ષણ યાદ આવી ગઈ જ્યારે તે કિમોથેરાપીના સમયે તે જ ખુરશી પર બેસતી હતી. સોનાલીએ આ ક્લિપ  શેર કરીને સુંદર પોસ્ટ પણ લખી છે જે તમામ દર્દીઓ માટે આશાની એક નવા કિરણ સમાન છે.

સોનાલીએ લખ્યું કે,”ચાર વર્ષ પછી…આ ખુરશી…આ નજારો આ તે જ જગ્યા છે, ખુબ ડરથી લઈને સતત એક આશા સુધી, ઘણું બધું બદલાઈ ગયું છે છતાં પણ બધું સરખું જ છે. ત્યાં બેસવું અને દર્દીઓને અંદર જતા જોવું અવાસ્તવિક હતું અને હું જોઈ શકતી હતી કે હું પણ તેઓની જેમ એક સમાન જર્નીમાંથી પસાર થઇ રહી હતી. કિમોથેરાપી સૂટ…તે જ વેઇટિંગ રૂમ, બસ ચહેરા અલગ હતા. મને લાગ્યું કે હું તે દર્દીઓને જઈને કહું કે હજી પણ એક આશાની કિરણ છે. મને જુઓ, હું તે જ જર્ની માંથી નીકળીને અહીં પહોંચી છું.

સોનાલીએ આગળ કહ્યું કે,”જેવું કે તમે અનુમાન લગાવી શકો છો કે આ કડવી યાદોથી ભરેલો ભાવનાત્મક દિવસ હતો. પણ હું બહાર નીકળી, મારા દીકરાની આંખોમાં જોયું અને બ્રહ્માંડની દરેક વસ્તુનો આભાર માન્યો”. સોનાલીની આ ભાવુક કરી દેનારી પોસ્ટ ચાહકોની સાથે સાથે બોલીવુડ કલાકારોએ પણ પસંદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre)

પોસ્ટ પર શ્વેતા બચ્ચને લખ્યું કે,”તમને અઢળક પ્રેમ મોકલી રહી છું.” એક યુઝરે લખ્યું કે,”એક વોરિયર અને સર્વાઇવર”.અન્ય એક યુઝરે લખ્યું કે,”તમે ઘણા લોકોને નવી અપેક્ષા આપી છે”.સોનાલીએ તાજેતરમાં જ વેબ સિરીઝ ધ બ્રોકન ન્યુઝ દ્વારા ઓટિટિ ડેબ્યુ કર્યું છે, જે 15 જૂનના રોજ રિલીઝ થઇ ચુકી છે. સિરીઝમાં સોનાલીના કિરદારને ખુબ પસંદ કરવામાં આવ્યો છે.

Krishna Patel