બૉલીવુડની એક સમયની દમદાર અભિનેત્રી સોનાલી બેન્દ્રે માટે આગળનું વર્ષ ખુબ મુશ્કેલીઓ ભર્યું રહ્યું હતું. આગળના વર્ષે સોનાલીના ફૈન્સને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે સોનાલીએ કહ્યું કે તેને કેન્સર ડાયગ્નોજ થયેલું છે. જો કે સોનાલીએ કેન્સર જેવી ભયાનક બીમારી સામે લડવામાં પોતાને કમજોર થવા દીધી ન હતી.
View this post on Instagram
સોનાલીએ પુરી હિંમતની સાથે આ લડાઈ લડી અને તેને જીત્યા પછી હવે પોતાના સામાન્ય જીવનમાં પાછી આવી ચુકી છે. હાલ સોનાલી પુરી રીતે સ્વસ્થ છે અને પોતાના જીવનને એક નવા અવતારની સાથે જીવી રહી છે. જણાવી દઈએ કે કેન્સરને લીધે સોનાલીના માથાના વાળ ખરી ગયા હતા, અને તે વાળ વગરની જોવા મળતી હતી પણ હવે સોનાલી ફરીથી સુંદર વાળમાં જોવા મળી રહી છે.
આગળના વર્ષે સોનાલીને કેન્સરના ઇલાજના સમયે કીમોથેરાપી કરાવી હતી. જેને લીધે તેના માથાના બધાજ વાળ ખરી ગયા હતા. પણ હવે એકવાર ફરીથી સોનાલી પોતાના નવા વાળની સાથે એકદમ સુંદર અંદાજમાં જોવા મળી છે.
સોનાલીએ પોતાની આ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તમે જોઈ શકો છો કે તે પોતાના સુંદર વાળની સાથે નવી હેર સ્ટાઇલમાં દિલકશ અંદાજમાં દેખાઈ રહી છે. પોતાના લાંબા-સુંદર વાળ સાથે તે ખુરશીમાં બેસીને પોઝ આપી રહી છે.
આ ખાસ મૌકા પર સોનાલીએ વ્હાઇટ શર્ટ અને ગ્રે પેન્ટ પહેરી રાખ્યું છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. પોતાની આ તસ્વીરને શેર કરતા સોનાલીએ લખ્યું કે,”નવા હેર સ્ટાઇલની સાથે નવી તસ્વીર હોવી જોઈએ”.
જણાવી દઈએ કે સોનાલીએ પોતાના પહેલા પુસ્તકના કવર માટે આ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં સોનાલીએ માથા પર વાળની વિગ પહેરી રાખી છે અને તેમાં તે પોતાના પહેલાના અભિનેત્રીમાં અવતારામાં જોવા મળી રહી છે.
સોનાલીના આવા અવતારને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. ઇલાજ કરાવીને પાછા આવીને સોનાલીએ ઘણીવાર તેના વિશે દિલ ખોલીને વાત કહી છે કે કેવી રીતે કેન્સર પછી તેનું જીવન બદલાઈ ગયું છે. તેની સાથે જ સુંદરતાનો અર્થ અને મહત્વ પણ તેના માટે બદલાઈ ગયું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks