મનોરંજન

આ સુંદર અભિનેત્રી બનવા માંગતી હતી પત્રકાર, શાહી પરિવાર સાથે રાખે છે સંબંધ- જુઓ ફોટોઝ

જન્નતમાં ઇમરાન હાશ્મી સાથે કામ કરીને થઇ હતી પોપ્યુલર, આજ કાલ શું કામ કરી રહી છે સોનલ ચૌહાણ? અત્યારે આવું ફિગર થઇ ગયું

ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ઘણા સિતારા એવા છે જેઓએ પોતાના કરીયરની શરુઆતમાં ખુબ જ સ્ટ્રગલ કરી હોય ત્યાર બાદ તેમને નામ અને શોહરત મળી છે. પરંતુ તેમાં ઘણા એક્ટર્સ એવા છે જેને શરુઆતમાં સારુ કામ મળે પરંતુ આગળ સુધી પહોંચી શક્તા નથી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

`જન્નત’ ફિલ્મમાં ઇમરાન હાશ્મીની કો-સ્ટાર સોનલ ચૌહાણ સાથે પણ કંઇક આવુ જ થયું છે. તેણે `જન્નત’ જેવી સુપર હિટ ફિલ્મમાં કામ કર્યુ પછી તેને કોઇ મોટી ફિલ્મમાં કામ મળ્યું જ નહીં. તાજેતરમાં એક્ટ્રેસ સોનલનો જન્મ દિવસ ગયો છે. તેણે તેના જીવનમાં શું કામ કર્યુ? અને ફેમિલી બેગ્રાઉન્ડ ફિલ્મી ન હોવા છંતા ફિલ્મમાં કેવી રીતે આવી તેના વિશે જાણીએ.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ ચૌહાણનો જન્મ 16 મે, 1987ના રોજ આગ્રામાં થયો હતો. સોનલ ઉત્તરપ્રદેશના રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે. સોનલની પરવરિશ દિલ્હીમાં થઇ, તથા તેણે નોયડા ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ દિલ્હીના ગાર્ગી કોલેજથી ફિલોસ્પીમાં ગ્રેજ્યુએશન કર્યું. સોનલને પત્રકાર બનવું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ પહેલી ભારતીય હતી જેણે `મિસ વર્લ્ડ ટુરિઝમ 2005’માં ખિતાબ જીત્યો હતો. સોનલ પહેલી વખત હિમેશ રેશમિયાના આલ્બમ `આપકા સુરુર’માં જોવા મળી હતી. સોનલ ચૌહાણે ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ `જન્નત’ નસીબથી જ મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર કુનાલ દેશમુખે સોનલને મુંબઇના એક રેસ્ટોરન્ટમાં જોઇ અને તેને એક અઠવાડિયાની અંદર ફિલ્મમાં કાસ્ટ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

વર્ષ 2008માં સોનલને ફિલ્મ `જન્નત’ માટે `ફિલ્મફેર અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. સોનલ ચૌહાણે `બુઢ્ઢા હોગા તેરા બાપ’, `પહેલા સિતારા’, `થ્રીડી’, `રેનબો’ વગેરે જેવી હિન્દી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યુ છે. તે ઉપરાંત બીજા સ્ટાર્સની જેમ સોનલ `સ્કાય ફાયર’ નામની વેબ સીરિઝમાં પણ કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

પરંતુ તે પોપ્યુલર ક્યારે થઇ અને તેની તેની પોપ્યુલારિટી જતી રહી ખબર જ ન પડી. તેણે હિન્દી ફિલ્મોમાં વધારે કામ કર્યુ નથી. ત્યારે એક્ટ્રેસે સાઉથ ઇન્ડરસ્ટ્રીમાં કામ કરવાનો નિર્ણય લીધો. તેણે પહેલા `Cheluveye Ninne Nodalu’ ફિલ્મમાં કામ કર્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

હાલ તે સાઉથ ઇન્ડરસ્ટ્રીમાં વધારે સક્રિય છે. તે તેલગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. તેણે છેલ્લી ફિલ્મ `રુલર’ પણ તેલગુ જ હતી. અત્યારે લોકડાઉનના કારણે સોનલ પાસે કોઇ ખાસ પ્રોજેક્ટ તો છે નહીં પણ તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ ચૌહાણ હંમેશાથી એક ગ્લેમરસ એક્ટ્રેસ રહી છે. તે ઇનસ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સ સાથે ઘણા ફોટોઝ પણ શેર કરે છે. ક્યારેક પોતાના ઘરની અંદર એક્ટિવિટીઝ કરતા હોય ત્યારે અલગ-અલગ પોઝમાં બોલ્ડ ફોટોઝ શેર કરતી સોનલને ફેન્સ ખુબ જ પસંદ કરે છે. ઇનસ્ટા પર સોનલના 2.6 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનવ ટીવીની જાહેરાત માટે તથા ઘણી મેગેઝિન માટે ફોટોશુટ કરાવીને પોતાની સુંદરતાની વાહવાહી લુટેલી છે. સોનલના ફેન્સ પણ ઘણા છે. સોનલના એક ફેન્સે તેના 28માં જન્મ દિવસે 8000 લાલ ગુલાબ તેને મોકલ્યા હતા. ફેન્સે ગુલાબ મોકવાની સાથે પોતાનું નામ પણ લખ્યુ ન હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલે હાલમાં જ તેણે પોતાના ફેન્સ સાથે પોતે બનાવેલા સ્કેચનો ફોટો શેર કર્યો હતો. તેમાં તેણે એક પ્રેગ્નેટ મહિલાને બેબી બંપ ફ્લોન્ટ કરતા બતાવી હતી. તે સાથે તેણે લખ્યું હતું, કે આ તેના ધ્વારા બનાવેલો પહેલો સ્કેચ છે. સોનલ ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પરંતુ આજે પણ તેના ચાહકોના દિલો પર તે રાજ કરે છે.