ફિલ્મી દુનિયા

33 વર્ષની થઇ ઇમરાન હાસ્મીની જન્નત ફિલ્મની હિરોઈન, જુઓ તેની બોલ્ડ અંદાજની 10 PHOTOS

ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’ ની એક્ટ્રેસ સોનલ ચૌહાણ 33 વર્ષની થઇ છે. સોનલ ચૌહાણનો જન્મ 16 મે 1987માં બુલંદ શહેરમાં તેનો જન્મ થયો હતો.સોનલે હિન્દીની સાથે-સાથે તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોનલ હાલ લાઇમ લાઈટથી દૂર છે. સોનલ ચૌહાણ છેલ્લે ફિલ્મ પલટનમાં જોવા મળી હતી. સોનલ ચૌહાણનો ક્રેઝ સોશિયલ મીડિયામાં આજે પણ છે. સોનલ ચૌહાન ફેન્સ માટે હોટ તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામમાં તેના ફોલોઅર પણ વધારે છે. ઇન્સ્તાગ્રામઆ 26 લાખથી વધુ લોકો ફોલો કરે છે. કહેવામાં આવે કે, સોનલ ચૌહાણ નીલ નીતિન મુકેશ અને વિજય માલ્યામાં દીકરાને ડેટ કરી ચુકી છે. આટલું જ નહીં સોનલ ચૌહાણનું નામ અરબાઝ ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે, થોડા સમય પહેલા ભાગ્ય શ્રીના દીકરા અભિમન્યુ દાસાની સાથે તેના અફેરની ખબર આવી હતી. સોનલ ફિલ્મોથી વધારે મેગેઝીનમાં નજરે આવી ચુકી છે. સોનલ પહેલી વાર હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરુર’ માં નજરે આવી હતી.

જાણવી દઈએ કે, સોનલ પહેલી ભારતીય છે જે મિસ વર્લ્ડ ટુરિઝમ 2005માં એવોર્ડથી નવાજવામાં આવી છે. 2008માં તેને જન્નત માટે ફિલ્મ ફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. આ બાદતે રેનબો, બુઢા હોગા તેરા બાપ, પહેલા સિતારા અને થ્રિડી સહીત અન્ય ફિલ્મોમાં નજરે આવી હતી.

જણાવી દઈએ કે, સોનલે કોરાના જેવી મહામારીને કારણે બર્થડે સેલિબ્રેટ કર્યો ના હતો. સોનલે કહ્યું હતું કેમ હું દર વર્ષ મારા અંગત મિત્રો અને પરિવાર સાથે બર્થડે સેલિબ્રેટ કરું છું. પરંતુ આ વર્ષ મેં બર્થડે સેલિબ્રેટ કર્યો નથી. બર્થડે સેલિબ્રેટ ના કરવાને પણ હું સકારાત્મક રીતે લવ છું.

ઇમરાન હાશ્મીની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી સોનલ ચૌહાણની પહેલી ફિલ્મ ‘ જન્નત’ હિટ તો ગઈ હતી. સોનલની પહેલી હિટ ફિલ્મ જોઈને લાગી રહ્યું હતું કે, સોનલ બી ટાઉનની સારી એક્ટ્રેસ બનશે પરંતુ એવું કંઈ થયું ના હતું. સોનલ ચૌહાણએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવા છતાં પણ તે ફ્લોપ રહી હતી.

‘જન્નત’ની જાણીતી એક્ટ્રેસ સોનલ ચૌહાણ મણિપુર રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે. સોનલના પરદાદા રાજા હતા. સોનલે રાજપૂતની બદલે ચૌહાણ અટકનો ઉપયોગ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.