આદિપુરુષમાં 2 મિનિટના રોલ માટે આ અભિનેત્રીને મળ્યા 1.5 કરોડ રૂપિયા, પ્રભાસ-ક્રિતીની ફીસ જાણી રહી જશો હેરાન
Sonal Chauhan In Adipurush: ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષ ઘણા કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં ‘આદિપુરુષ’ના સંવાદ લેખક મનોજ મુન્તાશીર શુક્લાએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે કેટલાક સંવાદોને સુધારવામાં આવશે. આ દરમિયાન જન્નત ગર્લ સોનલ ચૌહાણની ઘણી ચર્ચા થઈ રહી છે. તેણે પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે 2 મિનિટના રોલ માટે તગડી ફી લીધી છે.
સૈફ અલી ખાને આદિપુરુષ ફિલ્મમાં રાવણનો રોલ કર્યો હતો. સોનલ ચૌહાણ તેની પત્ની મંદોદરીના રોલમાં જોવા મળી છે. ફિલ્મમાં તેનું પાત્ર માત્ર 2-5 મિનિટનું છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ 1.5 કરોડ રૂપિયા ફિલ્મ માટે ચાર્જ કર્યા છે. જો કે, મેકર્સ તરફથી કે અભિનેત્રી તરફથી આ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, જ્યારે સોનલ ચૌહાણને આ પાત્ર મળ્યું ત્યારે તેણે તેના ચાહકો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી અને એ પણ જણાવ્યું કે તે આ ઐતિહાસિક ફિલ્મનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે.
હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે સોનલ ચૌહાણના પાત્રનું રહસ્ય સમાપ્ત થઈ ગયું છે. આદિપુરુષમાં સોનલ ચૌહાણે રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવી છે. સીતાના અપહરણ પછી મંદોદરીએ ક્યારેય તેના પતિને સાથ આપ્યો ન હતો. જોકે સોનલ ચૌહાણને આ પાત્રમાં વધુ સંવાદો બોલવાનો મોકો મળ્યો નથી, પરંતુ તેને આપેલા સંવાદો ખૂબ જ અસરકારક છે. સોનલ બોલ્યા વગર પોતાની એક્સપ્રેશન અને એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કરે છે.
જ્યારે રાવણ માતા સીતા એટલે કે કૃતિ સેનનનું અપહરણ કરીને તેની સાથે લાવે છે, ત્યારે મંદોદરી સમજે છે કે રાવણ ખોટા રસ્તે ચાલ્યો ગયો છે અને તેનો વિનાશ નજીક છે. સોનલે કેટલાક દ્રશ્યોમાં જબરદસ્ત અભિનય આપ્યો છે, પછી તે મંદોદરી અને સૂર્પનખા વચ્ચેની વાતચીત હોય કે પછી યુદ્ધ કરવા જઈ રહેલ રાવણની સામે સફેદ સાડી પહેરીને મંદોદરીના આગમનની વાત હોય, સોનલ ચૌહાણે પોતાના અભિનયથી આ પાત્રને યાદગાર બનાવ્યું છે.
આદિપુરુષ રૂ. 500-600 કરોડના જંગી બજેટમાં બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે જ 100 કરોડની જંગી રકમ વસૂલ કરી છે. દક્ષિણ ભારતીય અભિનેતાને આપવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી વધુ ફી છે. કૃતિ સેનન આ ફિલ્મમાં જાનકી ઉર્ફે સીતાનું પાત્ર ભજવી રહી છે તેણે કેટલાક રીપોર્ટ અનુસાર 30 કરોડ તો કેટલાક રીપોર્ટ અનુસાર 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે. સૈફ અલી ખાને રાવણ બનવા માટે 12 કરોડ રૂપિયા લીધા છે.
View this post on Instagram