મનોરંજન

સોનાક્ષી સિંહાને લીધે આ વ્યક્તિની પોલીસે કરી ધરપકડ, વાંચો સમગ્ર મામલો

સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો સેલેબ્રિટીઓને ટ્રોલ કરતા હોય છે, તેમના વિરુદ્ધ ગમે તેવી કોમેન્ટ પણ કરતા હોય છે. એવી જ એક કોમેન્ટ હાલમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાના સોશિયલ મીડિયા ઉપર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Image Source

સોનાક્ષીની ટિમ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર કરવામાં આવેલી એક કોમેન્ટ બાદ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મુંબઈ સાયબર પોલીસ દ્વારા 27 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપી ઔરંગાબાદનો રહેવાસી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

સાયબર પોલીસના જણાવ્યા અનુસાર 7 ઓગસ્ટના રોજ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઓનલાઇન સાયબર બદમાશી, મહિલાઓની સુરક્ષા સંબધિત ઉત્પીડનને લઈને ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો હતો.  જેના ઉપર એક વ્યક્તિએ આપત્તીજનક ભાષાની અંદર કોમેન્ટ કરી હતી. જેના વિશે સાયબર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી. ફરિયાદ મળ્યા બાદ સાયબર પોલીસ ઔરંગાબાદ નિવાસી 27 વર્ષીય શશીકાંત ગુલાબ જાધવ નામના વ્યક્તિની અભદ્ર ટિપ્પણી કરવાના ગુન્હામાં ધરપકડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

મળતી માહિતી પ્રમાણે જાધવે બીકોમનો અભ્યાસ કર્યો છે અને એક રેસ્ટોરન્ટની અંદર પ્રબંધક તરીકે કામ કરી રહ્યો છે. આ મામલામાં તપાસ કરી રહેલી પોલીસને માલુમ પડ્યું છે કે જાધવ ના ફક્ત સોનાક્ષી સિંહા પરંતુ બીજી ઘણી હસ્તીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટ ઉપર આ પ્રકારની કોમેન્ટ કરી છે. જાધવની ધરપકડ બાદ સાઇબર પોલીસે તેને કોર્ટમાં પણ રજૂ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

મુંબઈ પોલીસ ડીસીપી (સાયબર) રશ્મિ કરંદીકરએ જણાવ્યું હતું કે “અમે આરોપીની ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસ સાયબર સેલ ઇન્ટરનેટને એક સુરક્ષિત સ્થાન બનાવવાની ભૂમિકા નિભાવે છે. સાથે જ મહિલા સુરક્ષા અમારી પ્રાથમિકતા રહી છે. સાયબર બુલિંગ અને સાયબર સ્ટેકીંગ એક દંડનીય અપરાધ છે. અમે બધાને ઇન્ટરનેટને બધાના માટે સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરવા માંગીએ છીએ.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.