મનોરંજન

સોનાક્ષી સિંહાનું ઝહીર ઇકબાલ સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે? મોટો ખુલાસો થતા જ ફેન્સ હેરાન પરેશાન થઇ જશે

ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિંહા વચ્ચે લફરું છે? ઝહીરે પોસ્ટમાં કઈંક એવું લખ્યું કે ફેન્સના હોંશ ઉડવા લાગ્યા

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના રિલેશનશિપ સ્ટેટસને લીધે લાંબા સમયથી ચર્ચામાં બનેલા છે, બંનેના ડેટિંગની ખબરો સતત લાઇમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજાની પ્રશંસા કરતા રહે છે.

જો કે, બે માંથી કોઈએ પણ પોતાના રિલેશનની કબૂલાત કરી નથી. એવામાં હવે ઝહિરે પોતાની એક નવી પોસ્ટમાં સોનાક્ષી પ્રત્યે પોતાના પ્રેમનો ઇઝહાર કરીને સોનાક્ષી સાથે રિલેશનમાં હોવાની હિંટ આપી છે. પહેલી વાર ઝહિરે સોશિયલ મીડિયા પર સોનાક્ષીને આઈ લવ યુ કહ્યું છે.2 જૂનના રોજ સોનાક્ષીનો જન્મદિવસ હતો એવામાં આ ખાસ અવસર પર ઝહિરે ખાસ પોસ્ટ લખી છે.

ઝહિરે સોનાક્ષી સાથે મસ્તી કરતો સુંદર વિડીયો શેર કર્યો છે.વીડિયોમાં બંને ફ્લાઈટમાં બેઠેલા દેખાઈ રહ્યા છે. સામે આવેલા વીડિયોમાં સોનાક્ષી ફ્લાઈટમાં બર્ગર ખાતી દેખાઈ રહી છે અને ઝહીરને કહી રહી છે કે તારે જોઇતું હતું ને હવે લે! જેના બાદ બંને જોર જોરથી હસવા લાગે છે.વીડિયોને જોઈને બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને સ્ટ્રોંગ બોન્ડિંગનો સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે.

આ ફની વીડિયો શેર કરીને ઝહિરે કેપ્શનમા લખ્યું કે,”હેપ્પી બર્થ ડે સોનાઝ…મને ન મારવા માટે તારો આભાર…આઈ લવ યુ..તને ખુબ ફૂડ, ફ્લાઈટ્સ, પ્રેમ અને ખુશીઓ મળે”. વીડિયો પર હુમા કુરેશી, તારા સુતારીયા સહિત ઘણા કલાકારો કમેન્ટ્સ કરી રહ્યા છે.ચાહકો પણ બન્નેની બોન્ડિંગને ખુબ જ ક્યૂટ અને રોમેન્ટિક જણાવી રહ્યા છે.  વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝહીરે ફિલ્મ નોટબુક દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ઝહીર આવનારી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં પણ જોવા મળવાનો હતો પણ અમુક મતભેદને લીધે તે ફિલ્મથી બહાર થઇ ગયો હતો. સોનાક્ષી આવનારી ફિલ્મ ડબલ XLમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Zaheer Iqbal (@iamzahero)