ઝહીર ઈકબાલ સાથે લગ્નને લઈને ચર્ચામાં આવેલી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહી દીધું કે “આ મારી પસંદ છે, મારા મા-બાપ…” જાણો આગળ શું કહ્યું

 

Sonakshi Sinha Wedding : બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલ ચર્ચામાં છે. અહેવાલ છે કે સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂન 2024ના રોજ લગ્ન કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સોનાક્ષી સિન્હાએ પોતાના લગ્નના સમાચારને લઈને એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સોનાક્ષી સિન્હાએ આઈડીવાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઘણા સમયથી લોકો તેને લગ્નને લઈને પરેશાન કરી રહ્યા હતા. તેને લગ્ન અંગે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવતા હતા.

સોનાક્ષી સિન્હાએ કહ્યું- હવે લગ્ન વિશે સાંભળ્યા પછી એવું લાગે છે કે એક કાનેથી સંભળાય છે અને બીજા કાનેથી બહાર આવે છે. હું લગ્ન કરું કે ન કરું તેને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. આ મારા લગ્ન છે એટલે મારી મરજી હશે. આ મારી પસંદગી હશે. સોનાક્ષીએ આગળ કહ્યું- આ મારા લગ્ન છે, મને ખબર નથી કે લોકો તેને લઈને આટલા ચિંતિત કેમ છે. મારા માતા-પિતા કરતાં વધુ લોકોને મારા લગ્નની ચિંતા હોય તેવું લાગે છે.”

તેને આગળ કહ્યું કે “દરરોજ તેઓ મને મારા લગ્ન વિશે પ્રશ્નો પૂછતા રહે છે. મને તેની આદત પડી ગઈ છે અને હવે મને તે રમુજી પણ લાગે છે. જોકે, સોનાક્ષીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે તે ખરેખર તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂન, 2024ના રોજ લગ્ન કરી રહી છે કે નહીં. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે પરંતુ અત્યાર સુધી બંનેએ પોતાના સંબંધો પર મૌન જાળવી રાખ્યું છે.

સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હાએ પણ તેના લગ્નના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. ટાઈમ્સ નાઉ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તે મીડિયા જેટલું જ જાણે છે. તેણે કહ્યું હતું કે જ્યારે સોનાક્ષી તેને કહેશે ત્યારે તે તેની પત્ની સાથે તેને આશીર્વાદ આપવા આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂનના રોજ લગ્ન કરવાની છે.

Niraj Patel