મનોરંજન

અમિતાભે સોનાક્ષીને પૂછ્યો સવાલ: હનુમાનજી કોના માટે લાવ્યા હતા સંજીવની જડીબુટ્ટી પછી જે થયું એ જાણીને મગજ ફરી જશે

દેશના સૌથી લોકપ્રિય અને સદીના મહાનાયક અમિતાભજી દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ‘કૌન બનેગા કરોડપતિ-11’ ના તાજેતરના જ કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં હોટ સીટ પર રૂમાદેવીની સાથે બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ તેનો સાથ આપવા માટે કન્ટેસ્ટેન્ટના સ્વરૂપે બેઠેલી જોવા મળી હતી. જો કે સોનાક્ષીનો રૂમાદેવીનો આવો સાથ તેને નકારાતમક લાઇમલાઇટમાં લઇ આવ્યો.

વાત કંઈક એવી છે કે શો ના દરમિયાન સોનાક્ષી ‘રામાયણ’ સાથે જોડાયેલા એકદમ સહેલા પ્રશ્નનો જવાબ પણ આપી શકી ન હતી. આ સવાલ પર લાઈફલાઈનનો ઉપીયોગ કરવા પર સોનાક્ષીની સોશિયલ મીડિયા પર ખુબ આલોચના થઇ રહી છે.

Image Source

સવાલ કંઈક એવો હતો કે રામાયણના આધારે હનુમાનજી કોના માટે સંજીવની જડીબુટ્ટી લઈને આવ્યા હતા?
A. સુગ્રીવ B. લક્ષ્મણ C. સીતા D.રામ

સોનાક્ષીને આ સહેલા પ્રશ્નનો જવાબ પણ આવડતો ન હતો. એવામાં સોનાક્ષીએ લાઈફલાઈન લેવાનું ઉચિત સમજ્યું. જેના માટે સોનાક્ષીએ એક્સપર્ટ એડવાઈઝરની મદદ લીધી અને પ્રશ્નનો સાચો જવાબ B. લક્ષ્મણ આપ્યો.

સોનાક્ષીના આવા દેખાવ પર લોકો સોશિયલ મીડિયા પર જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યા છે.

પહેલા તો અમિતાભજી પણ થોડા હેરાન જોવા મળ્યા કે તેના પિતાનું નામ શત્રુઘ્ન છે જે રામાયણમાં રામના ભાઈ હતા. સોનાક્ષીના કાકાનું નામ લક્ષ્મણ, ભરત છે અને તેના ભાઈઓનું નામ લવ-કુશ છે, આ બધા નામ રામાયણથી જ પ્રભાવીત છે. આ સિવાય સોનાક્ષીના ઘરનું નામ પણ ‘રામાયણ’ છે, એવામા આ સવાલ પર લાઈફલાઈનનો ઉપીયોગ કરવા પર તેની આલોચના કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા હાલના દિવસોમાં સલમાન ખાન સાથેની ફિલ્મ દબંગ-3 ની શૂટિંગમાં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks