બિકી તસ્વીર જોઈને ટ્રોલર્સ બોલ્યા, મહેરબાની કરીને આવી તસ્વીર ન મૂક જરાય સારી નથી લાગતી
આજકાલ તો લાગે છે કે, માલદીવ સેલેબ્સ માટે એક ટુરિસ્ટ સ્પોટ બની ગયુ છે. ઘણા સલેબ્સ માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે, આ વચ્ચે બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ તેની માલદીવની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોનાક્ષીને માલદીવની યાદ આવી રહી છે અને આ જ કારણ છે કે, તેને માલદીવ વેકેશનની તસવીર શેર કરી છે.
બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે. સોનાક્ષી આ સમયે મુંબઇમાં પણ છે તેનું દિલ માલદીવમાં છે. સોનાક્ષીને માલદીવની ઘણી યાદ આવી રહી છે.
બોલિવુડની દબંગ દર્લ સોનાક્ષી ધીરે ધીરે વેકેશન મોડમાં જઇ રહી છે. સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, મને પાછા લઇ જાઓ. તેણે તેના મનની વાત જાહેર કરી છે અને માલદીવના વેકેશનની યાદ તાજા કરી છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, હાલમાં જ ઘણા સેલેબ્સ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે, પછી તેમાં ટીવી સેલેબ્સ હોય કે, ફિલ્મ જગતનમા સેલેબ્સ બધા માટે માલદીવ એક વેકેશન એન્જોય કરવાનું સ્પોટ બની ગયુ છે.
સોનાક્ષીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી અજય દેવગનની “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં જોવા મળશે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. સોનાક્ષી જલ્દી જ તેનું ડિજિટલ ડેબ્યુ પણ કરવા જાઇ રહી છે. સીરિઝમાં તે વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ સાથે નજરે પડશે.