બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર અને અભિનેત્રીઓ જેમ કે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા અને તાપસી પન્નુ હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘મિશન મંગલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.એવામાં તાજેતરમાં જ આ ફિલ્મની ટિમ એક ઇન્ટરવ્યૂ માટે પહોંચી હતી. આ સમયનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
વાત કંઈક એવી છે કે આ ઇન્ટરવ્યુના સમયે અભિનેત્રી સોનાક્ષી સિંહા અક્ષય કુમારને ખુરશી પરથી નીચે ધક્કો મારે છે, જેને લીધે બોલીવુડના ખિલાડી નીચે જમીન પરે પડી જાય છે.સોનાક્ષી સિંહાના આવા મજાકિયા અંદાજ પર મિશન મંગલની પુરી ટિમ ચોંકી જાય છે, અને સોનાક્ષી પણ હસી હસીને લોટપોટ થઇ જાય છે.
સોનાક્ષીની આવી હરકત પર પહેલા તો બધા ચોંકી જાય છે પણ પછી સોનાક્ષીના જોર જોરથી હસવા પર દરેક લોકો સમજી જાય છે કે અક્ષય કુમારને ધક્કો આપવાનો આ એક મજાક ભરેલો પ્રેન્ક હતો.અક્ષય કુમાર પોતાની ફિલ્મ વિશે વાત કરી રહયા હતા કે ત્યારે જ તે પોતાના હાથ ઉપર ઉઠાવીને ખુરશીને પાછળ જુકાવે છે. આવું કરતા જોઈને સોનાક્ષી જોરથી હાથ મારે છે જેનાથી અક્ષય કુમાર ખુરશી સહીત જમીન પર નીચે પડી જાય છે.
આ વીડિયોને સોનાક્ષી સિંહાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.સોનાક્ષી સિંહાનો આ પ્રેન્ક ભરેલો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મિશન મંગલની કો-સ્ટર તાપસી પન્નુએ કહ્યું કે કદાચ અક્ષયે જ સોનાક્ષીને આવું કરવા માટેનું કહ્યું હશે જેથી વાતચીતના દરમિયાન પત્રકારોને ડરાવી શકાય અને આ બધું રેકોર્ડ થઇ જાય.
જણાવી દઈએ કે મિશન મંગલ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.આ ફિલ્મ મંગળ ગ્રહ પર ભારતમાં મિશનની અવિશ્વશનીય સાચી કહાનીથી દર્શકોને રૂબરૂ કરાવશે. ફૈન્સને પણ આ ફિલ્મની ખુબ આતુરતાથી રાહ છે.હવે જોવાનું એ રહેશે કે અક્ષય કુમારની આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર કેવો ધમાલ મચાવે.
જુઓ વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks