સમુદ્ર કિનારે સોનાક્ષી સિન્હાએ આપ્યા બોલ્ડ પોઝ, શત્રુઘ્ન સિન્હાની દીકરીએ વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના બેદાગ અને બોલ્ડ વલણને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે સોનાક્ષીએ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરીને ચાહકોનું દિલ ખુશ કરી દીધું છે. સોનાક્ષી સિન્હાએ માલદીવના વેકેશનની અદભૂત તસવીરો શેર કરી છે. ફોટામાં સોનાક્ષી સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેણે પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેનો હોટ અને બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. તેના ફોટોશૂટની તસવીરો પણ જોરદાર વાયરલ થઈ રહી છે.

હાલમાં જ તેણે બિકી અને ટ્રાંસપરન્ટ શ્રગમાં તસવીરો શેર કરી હતી, જે બાદ હવે સોનાક્ષી સિન્હા ફરી એકવાર લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. સોનાક્ષી સિંહાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શત્રુઘ્ન સિન્હાની દીકરી વાદળી રંગની બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. તસવીરોમાં સોનાક્ષી સિંહા બગીચામાં અને બીચ પર પોઝ આપતી જોવા મળે છે.

તસવીરોમાં તેનો હોટ લુક અને બોલ્ડ સ્ટાઈલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘જ્યાં વાદળી છે… ત્યાં લીલો છે.’ સોનાક્ષી સિંહાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે તેઓ કમેન્ટ કરીને પણ તેમના વખાણ કરી રહ્યા છે. સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ અભિનેત્રીઓમાંની એક છે.

તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે ખાસ તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. સોનાક્ષી સિન્હાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે વેબ ફિલ્મ ભુજ – ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને સંજય દત્ત જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. જો કે ભુજ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ રહી.

આ સિવાય સોનાક્ષી આ દિવસોમાં અભિનેત્રી હુમા કુરેશી સાથેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ડબલ એક્સએલ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જે ખૂબ જ અલગ અને જોવાલાયક હતું. ટીઝરમાં સોનાક્ષી અને હુમાની જોડી અને એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે ‘ડબલ એક્સએલ’ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Shah Jina