મનોરંજન

સોનાક્ષી સિંહા વેકેશનનો આનંદ માણવા પહોંચી માલદીવ, સમુદ્ર કિનારેથી શેર કરી તસ્વીર

સલમાનની ખાસ કહેવાતી સોનાક્ષીએ શેર કરી બોલ્ડ તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા બીજા સિતારાઓની જેમ માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સોનાક્ષી સિંહાનું ફેન ફોલોઇંગ જ આ કારણે વધારે છે. સોનાક્ષી સિંહા તેની તસ્વીર અને વિડીયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી માલદીવના વેકેશનની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે સમુદ્ર કિનારે મસ્તી કરતી નજરે ચડે છે. સોનાક્ષીએ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરીને કહ્યું હતું કે, તેને પાણીમાં બેહદ ખુશી મળે છે. આ તસ્વીરમાં સોનાક્ષીને વ્હાઇટ કલરના ટોપમાં માલદિવનાં બીચ પર જોઈ શકાય છે. તો તસ્વીરની પાછળ સનસેટનો પણ ખુબસુરત નજારો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષીની અન્ય એક તસ્વીર શેર કરીને ખુદને આઇસલેન્ડ ગર્લ બતાવી છે. સોનાક્ષીની આ તસ્વીરને લોકો લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સોનાક્ષીએ 2010માં દબંગ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. સલમાન ખાન સાથેની સોનાક્ષીનીઆ ફિલ્મ સુપરહિટ પણ રહી હતી. સોનાક્ષી સિંહા છેલ્લે દબંગ-3માં જોવા મળી હતી. સોનાક્ષીની આગામી ફિલ્મ ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ છે. જેમાં તે સંજય દત્ત અને અજય દેવગન સાથે નજરે ચડશે. આ ફિલ્મને અભિષેક દૂધૈયાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થશે.