હાલ સોનાક્ષી સિંહા તેની આગામી ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ આ અઠવાડિયે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં લીડ રોલમાં રહેલી અભિનેત્રી સોનાક્ષી પર પ્રચાર- પ્રસારની જવાબદારી આપવામાં આવી છે. ત્યારે સોનાક્ષી સિંહા તેના ફિલ્મના પ્રમોશન માટે ટીવીના મશહૂર શો ‘ ધ કપિલ શર્મા શો’ માં આવી હતી. ત્યારે સોનાક્ષીએ તેની પહેલી ફિલ્મ દબંગમાં ડેબ્યુને લઈને કહ્યું હતું. સાથે જ સલમાન ખાનને લઈને મોટો ખુલાસો કર્યો હતો.
સોનાક્ષીએ કહ્યું હતું કે, તેનો ફિલ્મમાં આવવાનનો ફેંસલો થઇ રહ્યો ના હતો. તેના માતા અને પિતાએં ફિલ્મી જગતને અલવિદા કરી દીધું હતું. તેના પિતા રાજનીતિમાં જોડાઈ ગયા હતા. આ દરમિયાન જ સોનાક્ષીનું વજન બહુજ વધી ગયું હતુ કે તેને અભિનેત્રી તરીકે કોઈ કાસ્ટિંગ ડાયરેક્ટર, ડાયરેક્ટર અને એક્ટર કોઈ લેવા માટે રાજીના હતું.
જયારે બીજીતરફ સોનાક્ષી તેની કરિયરને લઈને ચિંતિત હતી. ત્યારે બોલીવુડના ભાઈ સલમાન ખાને તેને સાથ આપ્યો હતો. સલમાનને સોનાક્ષીને બોલાવી કહ્યું હતું કે, હું તને અમારી ફિલ્મમાં લઈશ. પરંતુ એના માટે તારે પહેલા વજન ઘટાડવું પડશે. સોનાક્ષીએ જણાવ્યું હતું કે તે સમયે તે બહુજ ખાતી હતી. ખાવા પર રોક લગાડવી તે સોનાક્ષી માટે અઘરું હતું.
પરંતુ સલમાન ખાનની માંગ અને ભરોસાને કારણે સોનાક્ષીએ રાત-દિવસ તનતોડ મહેનત કરવાની શરૂ કરી હતી. સોનાક્ષી વજન ઘટાડવા માટે પાછું જોયા વગર મહેનત કરી હતી. થોડા મહિના બાદ સોનાક્ષી ફરી સલમાન ખાનને મળી હતી.
ત્યારબાદ સલમાને તેની આગામી ફિલ્મ માટે હિરોઈન તરીકે લેવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ ત્યારે સલમાને સોનાક્ષી સામે એક નવી ફરમાઈશ રાખી હતી.
સલમાને સોનાક્ષી સિંહાને દબંગમાં કામ આપવા માટે તેને પાસેથી એક ટ્રીટની માંગણી કરી હતી. સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે, તે દિવસે એવો હતો તેની પાસે બિલકુલ પૈસા ના હતા.
પરંતુ સલમાને ટ્રીટની માંગણી કરતા તેના પર્સમાંથી ફક્ત ત્રણ હજાર રૂપિયા નીકળ્યા હતા. ત્યારબાદ સોનાક્ષીએ વિચાર્યું હતું કે, સલમાન ખાનને ત્રણ હજારમાં કેવી રીતે ટ્રીટ આપી શકે.
ત્યારબાદ સોનાક્ષીએ સલમાનને ટ્રીટ આપવાનું ટાળ્યું હતું. પરંતુ ધીમે-ધીમે સમય પસાર થતો ગયો. બન્ને કલાકાર તેના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા. ત્યારે સોનાક્ષીએ કહ્યું હતું કે તેને આ વાતને લઈને આજે પણ અફસોસ છે કે તે સલમાન ખાનને ટ્રીટ નથી આપી શકી.
દબંગ-3ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. બની શકે કે સોનાક્ષી સલમાન ખાનને ટ્રીટ આપી દે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.