મનોરંજન

KBC-11 ના સવાલ પર લોકોએ આડે હાથ લીધા પછી માલદીવમાં પહોંચી સોનાક્ષી સિંહા, જુઓ બોલ્ડ Photos

કલંક, મિશન મંગલ જેવી એક પછી એક દમદાર ફિલ્મો આપનારી સોનાક્ષી સિંહા અમુક દિવસો પહેલા જ કૌન બનેગા કરોડપતિ શો માં પહોંચી હતી. આ શો માં કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં રાજસ્થાનની રૂમાદેવી પહોંચી હતી જેનો સાથ આપવા માટે સોનાક્ષીએ શો માં એન્ટ્રી લીધી હતી.

શો ના દરમિયાન અમિતાભજીએ સોનાક્ષીને રામાયણ સાથે જોડાયેલો સામાન્ય એવો સવાલ પૂછ્યો હતો. જેનો જવાબ આપવા માટે સોનાક્ષી અસમર્થ હતી અને લાઇફલાઈનનો ઉપીયોગ કરવા પર તે દરેક કોઈની નજરમાં આવી ગઈ અને આલોચનાનો શિકાર બની ગઈ હતી.

Image Source

સૌનાક્ષીની આવું કરવું લોકોને ખુબ જ ખટકી રહ્યું છે અને યુઝર્સ તેને લગાતાર ટ્રોલ કરી રહ્યા છે. ફૈન્સ દ્વારા ટ્રોલ થયા પછી સોનાક્ષી આ બધાથી દૂર વેકેશન માટે પહોંચી છે. તાજેતરમાં જ સોનાક્ષીની વેકેશની તસ્વીરો સામે આવી છે જેનાથી તે એકવાર ફરીથી ચર્ચમાં આવી ગઈ છે.

સોનાક્ષી બોલીવુડની સૌથી વધારે પસંદગીમાની એક જગ્યા માલદીવમાં પહોંચી છે. માલદીવના વેકેશનની ઘણી તસ્વીરો સોનાક્ષીએ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પુલના પાણીમાં એકદમ આરામના મૂડમાં દેખાઈ રહી છે.

સૌથી ખાસ વાત એ કે તસ્વીરમાં સોનાક્ષીએ બ્લેક પહેરી રાખી છે અને એકદમ મસ્તીના અંદાજમાં પોતાના વેકેશનની મજા માણી રહી છે.

તસ્વીરમાં જોઈ શકાય છે કે સ્વિમિંગ પુલમાં સોનાક્ષીનો નાસ્તો પાણીમાં એક ટ્રે ઉપર તરી રહ્યો છે. તસ્વીરને શેર કરતા સોનાક્ષીએ પૂછ્યું કે,”મારો નાશ્તો તે છે અને તમારો?” અમુક જ સમયમાં સોનાક્ષીની આ તસ્વીરને અનેક લાઇક્સ મળી ચુકી છે.

 

View this post on Instagram

 

My breakfast floats, what about yours? 😜 @jumeirahvittaveli #jumeirahvittaveli #everythingcloser

A post shared by Sonakshi Sinha (@aslisona) on

જણાવી દઈએ કે અમિતાભજીએ સવાલ કર્યો હતો કે રામાયણના અનુસાર હનુમાનજી કોના માટે સંજીવની જળીબૂટ્ટી લઈને આવ્યા હતા? આવા સામાન્ય સવાલ પર સોનાક્ષીએ લાઈફલાઈનનો ઉપીયોગ કરતા એક્સપર્ટ એડવાઈઝરની મદદ લીધી હતી. સોનાક્ષીના પરિવારના સદસ્યોનું નામ પણ રામાયણની કથાના આધારે છે. પિતાનું નામ શત્રુઘ્ન તો ભાઈઓનું નામ લવ-કુશ છે આ સિવાય તેના ઘરનું નામ પણ ‘રામાયણ’ છે. રામાયણ સાથે પ્રભાવિત પરિવાર હોવા છતાં પણ સોનાક્ષી સવાલનો જવાન આપવામાં નાકામિયાબ રહી અને ટ્રોલ થઇ ગઈ.

Image Source

સોનાક્ષી સિંહાએ ટ્રોલર્સના આવા પ્રતિભાવ પર કમેન્ટ કરતા કહ્યું હતું કે,’ડિયર ટ્રોલર્સ, મને પાયથાગોરસ થ્યોરમ, મર્ચેન્ટ ઓફ વેનિસ, પિરીયોડીક ટેબલ અને એવું ઘણું બધું યાદ નથી. જો તમારે પાસે બીજું કોઈ કામ ન હોય તો આ બધા પર મિમ્સ બનાવો, મને મિમ્સ ખુબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

Shimmer n shine! Styled by @mohitrai (tap for deets) for the @streaxprofessional #retroremix launch! Pictures – @kadamajay

A post shared by Sonakshi Sinha (@aslisona) on

એવામાં યુપી સરકારના કૈબિનેટ મંત્રી સુનિલ ભરાલાએ પણ સોનાક્ષી પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે,”આજના સમયમાં લોકોને સિખવા માટેનો સમય નથી તેઓનું ધ્યાન માત્ર પૈસા કમાવવા પર જ હોય છે. તેઓને ઇતિહાસ અને ભગવાન વિશે કોઈ જ જાણકારી નથી. તેઓની પાસે સિખવા માટે સમય નથી અને આનથી વધારે દુઃખદ બીજું કઈ પણ નથી”.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.