મનોરંજન

‘મારા પતિને ફોન કરીને કહ્યું-તારી પત્નીને….’ મહિલા સિંગરે સોનુ નિગમનાં પોલ ખોલી- જાણો પૂરો મામલો

સોના મોહપાત્રાએ ગત વર્ષે #MeeToo હેઠળ અનુ મલિક પર શોષણનો આરોપ લગાવી સનસનાટી ફેલાવી દીધી હતી. આ આરોપ બાદ અનુ મલિકને ઇન્ડિયન આઇડલ સીઝન-10 છોડવાની ફરજ પડી હતી. ત્યારે હાલમાં જ નવી સીઝનમાં એનું મલિકની ફરી એન્ટ્રી થઇ છે. હાલમાં જ સોનાએ સોનુ નિગમ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

ટ્વીટર પર સોના મોહપાત્રાને ટેગ કરીને એક યુઝરે સવાલ કર્યો હતો કે, મેં જોયું છે કે અનુ મલિક ઇન્ડિયન આઇડલ સીઝનમાં પરત ફર્યો છે. ગત વર્ષે #MeeToo દરમિયાન બહાર થયેલા બધા જ પુરુષો ફરીથી વ્યવસાયમાં પરત ફરવા લાગ્યા છે. બધી મહિલાઓની હિંમત બેકાર થઇ ગઈ છે.

આ ટ્વિટર પર સોનાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, સોનુ નિગમે તેના પતિ રામ સંપથને કોલ કરીને મારુ ધ્યાન રાખવાનું કહ્યું હતું. સોનાએ વધુમાં લખ્યું હતું કે, સોનુ નિગમને અનુ મલિકનો જાહેરમાં સાથ આપવાની ફાવટ લીધી છે.

થોડા દિવસ પહેલા મશહૂર ગાયિકા નેહા ભસીને ટ્વિર પર સોના મોહપાત્રાના કમેન્ટ પર ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં નેહા ભસીને ટ્વિટમાં રીપ્લાય આપીને સોના મોહપાત્રાએ લખ્યું હતું કે, ડિયર મીડિયા, સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ, નેહા ભસીન જ્યારે 21 વર્ષની હતી ત્યારે અનુ મલિકે ટેવની સાથે ગેરવર્તન કર્યું હતું. શ્વેતા પંડિત 15 વર્ષની હતી ત્યારે અનુ માલિકે કિસ કરવાની કોશિશ કરી હતી. આ સિવાય ઘણી મહિલાઓ અનુ મલિક સાથે જોડાયેલી તેની આપવીતી જણાવી ચુકી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.