પતિની અર્થીને કાંધો આપીને ટ્રોલ થનાર મંદિરા બેદીના સપોર્ટમાં આવી આ દિગ્ગજ ગાયિકા, જાણો શું કહ્યું ??

મંદિરા બેદી ગંદી રીતે ટ્રોલ થઇ તો આ દિગ્ગજ અભિનેત્રી સિંગર આવી મેદાનમાં, જાણો સમગ્ર મામલો

થોડા દિવસ પહેલા જ બૉલીવુડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન થયું. પતિના નિધન બાદ મંદિરા ણીતમઃ વિધિમાં જોડાઈ, રીત રોવજો નિભાવવાની સાથે મંદિરાએ તેના પતિની અર્થીને કાંધો પણ આપ્યો હતો.  જેના કારણે ઘણા લોકો તેને ટ્રોલ કરવામાં લાગ્યા હતા. સોશિયલ મીડિયામાં મંદિરા આ બાબતે ટ્રોલિંગનો શિકાર બની રહી હતી.

તો મંદિરાને ટ્રોલ કરી રહેલા ટ્રોલર્સને જવાબ આપવા માટે અને મંદીરાનો સાથ આપવા માટે પ્રખ્યાત ગાયિકા સોના મોહપાત્રા  આવી છે. સોના મોહપાત્રા એ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી અને મંદિરાને સમર્થન આપ્યું છે.

સોના મોહપાત્રા એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “લોકો હજુ પણ મંદિરા બેદીને તેના ડ્રેસ કોડ, પતિ રાજ કૌશલને તેમની અંતિમ યાત્રામાં કાંધો આપવાને લઈને કોમેન્ટ કરી રહ્યા છે. તેનાથી અમે સરપ્રાઈઝ નથી. આપણી દુનિયામાં કોઈપણ બીજી વસ્તુની તુલનામાં મૂર્ખતા સૌથી વધારે ભરાયેલી છે.”

સોના મોહપાત્રાએ જે રીતે મંદિરા બેદીનો સપોર્ટ કર્યો છે તેની લોકો પણ પ્રસંશા કરી રહ્યા છે. લોકોએ સોના મોહપાત્રાના વિચારો ઉપર પોતાની સહમતી વ્યક્ત કરી છે અને મંદિરા બેદીને ટ્રોલ કરનારાઓને ખરી ખોટી સંભળાવી છે.

Niraj Patel