ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત માટે સલમાન ખાને કરી હતી આ અપીલ, સોના મોહાપાત્રાએ દબંગ ખાન પર કાઢ્યો ગુસ્સો

બોલીવુડની ફેમસ ગાયિકા સોના મોહાપાત્રા એક વાર ફરીથી અભિનેતા સલમાન ખાનની આલોચના કરતી જોવા મળી છે. સોનાએ સલમાન ખાનને સોશિયલ મીડિયા પર નિશાનો બનાવ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાને પોતાના ચાહકોને એવી અપીલ કરી હતી કે તે સુશાંત ચાહકોની સાથે આ મુશ્કિલ સમયમાં ઉભા રહે, પણ સોનાએ તે અપીલને પબ્લિસીટી સ્ટન્ટ જણાવ્યું છે.

Image Source

સુશાંતની આત્મહત્યા પછી તેના ચાહકો બોલીવુડના અમુક કલાકારો નિર્માતા-નિર્દેશકો પર ગુસ્સો કાઢી રહ્યા છે. એવામાં ઘણા લોકો સલમાન ખાન, આલિયા ભટ્ટ અને કરન જોહરની આલોચના કરી રહ્યા છે. આ કલાકારોના ચાહકો પણ જવાબમાં ગુસ્સો દેખાડી રહ્યા છે. એવામાં સલમાન ખાને પોતાના ચાહકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે અને કહ્યું છે કે સુશાંતના ચાહકોનો સાથ આપે.

Image Source

સલમાન ખાને ટ્વીટર પર અપીલ કરતા લખ્યું કે,”હું મારા ચાહકોને અપીલ કરું છું કે તે સુશાંતના ચાહકોની સાથે ઉભા રહે અને ખોટી ભાષાનો પ્રયોગ ન કરો. ભાવનાઓને સમજવાની કોશિશ કરો.

આ મુશ્કિલ સમયમાં સુશાંતના પરિવારનો સહારો બનો. કોઈ પોતાનું ચાલ્યા જવું દુઃખ આપનારું હોય છે.” એવાઆ હવે સલમાનની આ ટ્વીટર પર સોના મોહાપાત્રાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Image Source

સોનાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે,”પોટર બ્યોય ના તરફથી એક મોટા દિલ વાળો પીઆર મુવ. વાસ્તવમાં તેને તે ધમકીઓ માટે માફી માંગવાની જરૂર ન હતી, તે તેની ડિજિટલ આર્મિએ તેની પહેલા પણ બીજાઓને ડરાવવા અને ધમકાવવા માટે મોકલી હતી. દરેક વખત જયારે તે પુરી રીતે ફસાયા, તો પોતાના પિતાને આગળ કરી દે છે.” સોશિયલ મડિયા પર સલમાન ખાન માટે સોનાની આ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.