ખબર

લોકડાઉનમાં શાકભાજી લેવા મોકલેલા યુવાન લઈને આવ્યો દુલ્હન, બાદમાં ઘરમાં મચી બબાલ- વાંચો રોચક સ્ટોરી

લોકડાઉનમાં સૌથી વધુ હેરાન પ્રેમી પંખીડા થયા છે. લોકડાઉન દરમિયાન એક યુવકને તેના પરિવારજનોએ શાકભાજી લેવા બજારમાં મોકલ્યો હતો. પરંતુ આ યુવક જે કરીને આવ્યો તે જાણીને તમને આશ્ચર્ય થશે.

Image Source

એક યુવક તેના પરિવાર સાથે સાહીદાબાદમના શ્યામ પાર્કમાં રહે છે. યુવક એ કહીને ઘરેથી નીકળો હતો કે, તે શાકભાજી લેવા જઈ રહ્યો છે. પરંતુ બપોરે તે એક દુલ્હનને લઈને ઘરે પહોંચ્યો હતો. બંને એકબીજાંના પ્રેમમાં ગળાડૂબ હતા.

Image source

આ સાંભળીને પરીવારવાળાએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. તો બીજી તરફ પરિવારના લોકોએ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ઘરમાં આવવાની મનાઈ કરી દીધી હતી. પોલીસે પણ સહયોગ ના કરતા યુવક તેની પત્નીને લઈને એક ભાડાના ઘરમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા.

Image source

પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતીએ જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા જ તેઓએ હરિદ્વારમાં લગ્ન કર્યા હતા. લોકડાઉનને કારણે તેઓને અનુમતિ મળી રહી ના હતી. યુવક-યુવતિ મંદિરમાં પહોંચીને પુજારીની હાજરીમાં લગ્ન કરી લીધાં હતા.

પોલીસ ઇન્ચાર્જ અનિલ શાહીએ કહ્યું હતું કે, યુવકસ્ને યુવતી પુખ્ત છે. બંનેએ તેમની મરજીથી લગ્ન કર્યા છે. પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું કે તે યુવકનો ઇનકાર કરી શકશે નહીં. યુવક ક્યાં ગયો છે તે જાણી શકાયું નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.