આ છોકરાએ પોતાના મિત્રને ઘરે લઇ જઈને તેની મમ્મી સાથે કરાવી મુલાકાત, કહ્યું, “હું આને પ્રેમ કરું છું !”, પપ્પાએ તો એવું કહી દીધું કે માન્યામાં નહિ આવે.. જુઓ સમલૈંગિક સંબંધોની અનોખી કહાની
આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી સમલૈંગિક સંબંધોના ઘણા બધા મામલાઓ સામે આવી ચુક્યા છે. જેમને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા છે. આજના સમયમાં આવા લોકો ખુલીને પોતાના સંબંધો જાહેર કરતા હોય છે અને ખુલીને પોતાના સંબંધો વિશે વાત પણ કરતા હોય છે. દુનિયાઅને સમાજની પરવા કર્યા વગર આવા સમલૈંગિક લોકો એકબીજા સાથે જન્મ જન્મના બંધનમાં પણ બંધાતા હોય છે. (Image Credit: Aditya Madiraju/ Instagram)
ત્યારે આવા જ ઘણા લોકોની કહાનીઓ પણ સામે આવતી રહે છે. ત્યારે હાલ આવા જ એક સમલૈગિંક કપલ અમિત અને આદિત્યની લવસ્ટોરી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બંનેએ 2018માં અમેરિકાના એક મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં બંને ન્યુ જર્સી શહેરમાં રહે છે. હાલમાં જ ખબર આવી હતી કે આ વર્ષે મે સુધીમાં તેના જીવનમાં એક નાનો મહેમાન પણ આવશે.
આ કપલે એક વીડિયોમાં જણાવ્યું હતું કે જ્યારે બંનેએ તેમના સંબંધ વિશે તેમના પરિવારના સભ્યોને જણાવ્યું તો તેમના માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. માતા-પિતાને પણ તેના ‘ગે’ હોવાની જાણ ન હતી. કપલનું કહેવું છે કે લગ્ન કરીને તેઓએ સ્ટીરિયોટાઇપ માનસિકતાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. તે અવારનવાર તેની યુટ્યુબ ચેનલ અમિત અને આદિત્ય ટીવી પર તેના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે.
અમિતે જણાવ્યું કે અમે બર્થડે પાર્ટીમાં પરસ્પર મિત્ર દ્વારા મળ્યા હતા. અમિતે આદિત્યને તેની માતા સાથે ‘મિત્ર’ તરીકે ઓળખાવ્યો. તેણે આ બધું આયોજનબદ્ધ રીતે કર્યું. ત્યારબાદ તે આદિત્ય અને તેની માતા સાથે રેસ્ટોરન્ટમાં પણ ગયો હતો. અમિતના કહેવા પ્રમાણે “હું ઈચ્છતો હતો કે મારી માતા આદિત્યને મળે, તેને ગમે અને તેને સમજે.”
દરમિયાન, અમિત ઘરે ગયો અને તેની માતાને કહ્યું કે તે આદિત્યને પસંદ કરે છે. આ સાંભળીને અમિતની માતા ચોંકી ઉઠી. અમિતે કહ્યું કે તે દુખી હતી પરંતુ બાદમાં તેણે તેમના સંબંધોને સ્વીકારી લીધા. થોડા સમય પછી અમિતે તેના પિતાને પણ તેના સંબંધ વિશે જણાવ્યું. અપેક્ષાથી વિપરીત, અમિતના પિતાએ કહ્યું કે તેઓ તેમના સંબંધોને સંપૂર્ણ સમર્થન આપશે.
આદિત્યએ કહ્યું કે 2018માં તેણે તેના માતા-પિતાને ફોન કરીને કહ્યું કે તે ‘ગે’ છે. આ સાંભળી માતાને નવાઈ લાગી. તેણે પૂછ્યું કે આ કેવી રીતે થઈ શકે? ત્યાં પિતાએ કહ્યું કે આપણે કાંઈક કરી લઈશું, ભલે ગમે તે હોય. આદિત્યનું કહેવું છે કે જ્યારે તેણે પોતાના જીવનનું આ રહસ્ય ખોલ્યું તો તેના માતા-પિતા સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. તે દિવસે તેની સાથે લગભગ 20 મિનિટ વાત કરી. જોકે, બાદમાં તે સંબંધ માટે રાજી થઈ ગયા હતા. હાલમાં, અમિત અને આદિત્ય ખુશીથી તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે.