ઓસળીમાં બેસીને શાંતિથી પિતા કરી હર્યા હતા કામ, ત્યારે જ તોફાની દીકરાએ ફૂટબોલની એવી કિક મારી કે પપ્પાનું મોઢું… જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ ફની વીડિયોની ભરમાર જોવા મળે છે. ઘણા લોકો પોતાના ઘરની અંદર પણ ઘણીવાર એવી હરકતો કરતા હોય છે જેની જાણ તેમના ઘરના લોકોને પણ નથી હોતી અને આ ઘટનાનો વીડિયો પોસ્ટ થતા જ વાયરલ થઇ જાય છે અને લોકો પણ આવા વીડિયોને જોઈને ખુબ જ હસતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક પુત્ર અને તેના પિતાનો છે. વીડિયોમાં દીકરો તેના પિતા સાથે કંઈક એવું કરે છે, જે જોવામાં એકદમ ફની લાગે છે. જો કે અમે બાળકના આ કૃત્યના સંપૂર્ણ વિરોધમાં છીએ, પરંતુ આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકો પણ હસવા માટે મજબુર બન્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક તેના પિતાને હર્ટ કરે છે. એક તોફાની બાળકનો આ વીડિયો જોઈને કેટલાક લોકો ગુસ્સે થઈ રહ્યા છે, તો ઘણા લોકોને આ વીડિયો ઘણો ફની લાગી રહ્યો છે. તમે જોઈ શકો છો કે એક બાળક ઓસળીમાં ફૂટબોલ રમી રહ્યું છે. દરમિયાન, ઓસળીમાં બેસીને બાળકના પિતા કોઈ કામ કરી રહ્યા છે. ત્યારે જ બાળક કંઈક એવું કરતો જોવા મળે છે, જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો જોવા માટે મજબૂર થઈ ગયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતા કામ કરતા હોય ત્યારે બાળકને શું તોફાન કરે છે તેની કઈ ખબર નથી. તે ફૂટબોલને ઓસળીના મધ્યમાં રાખે છે અને તેના પિતાને લક્ષ્ય રાખે છે. ઈશારામાં તે પિતા તરફ ફૂટબોલ ટાર્ગેટ પણ બતાવે છે. આ પછી, તે ફૂટબોલ સીધો તેના પિતાના ચહેરા પર મારે છે. બાળકની લાત એટલી જોરદાર હોય છે કે તે પિતાનું દિમાગ પણ સુન્ન થઇ જાય છે. આમ કરીને બાળક તરત જ ત્યાંથી ભાગી જાય છે.

વીડિયોમાં તેની આગળની ઘટનાઓ પણ ખૂબ જ રમુજી લાગે છે. તમે જોઈ શકો છો કે જેવું બાળક લાત મારીને અંદર દોડે છે, પિતા પણ બાળકની પાછળ દોડે છે. જોકે, આ ચક્કરમાં પિતા દરવાજા સાથે અથડાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર its_awesome_7 નામના એકાઉન્ટથી અપલોડ કરવામાં આવ્યો છે. જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

Niraj Patel