નિવૃત્ત SRP જવાનનાં દીકરાએ પરિવારને સૂવા માટે મોકલી ઉઠાવ્યુ જીવનનું મોટુ પગલુ, પિતાની રિવોલ્વર છાતીના ભાગે રાખી અને…

ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવે છે અને તેમાં પણ સુરત, વડોદરા અને અમદાવાદ તેમજ રાજકોટમાં પણ આવા કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. ઘણા યુવાનો નાની ઉંમરે કોઇક વાતે માઠુ લાગી આવતા કે કોઇ અન્ય કારણોસર આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ આવો કિસ્સો ગુજરાતના રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં એક નિવૃત્ત SRP મેનના દીકરાએ આપઘાત કરી લીધો છે. આ મામલે હાલ ભક્તિનગર પોલિસે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ યુવકે તેના પરિવારજનોને કહ્યુ હતુ કે, તમે જાઓ હું ટીવી જોઇને આવું છેુ અને તે બાદ પરિવારજનો રૂમમાં સૂવા ગયા હતા અને ત્યારે જ તેણે ટીવીનો અવાજ વધાર્યો અને પછી પિતાની રિવોલ્વરથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના ગાયત્રીનગરમાં નિવૃત્ત SRP જવાનના દીકરાએ મોડી રાત્રે યુવકે તેના પિતાની જ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે આપઘાત પાછળ હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મહત્વનું છે કે આપઘાત કરનાર યુવક BRTS બસ સ્ટેન્ડમાં નોકરી કરતો હતો, તેણે કયા કારણોસર આટલું મોટુ પગલુ ભર્યુ તે હાલ જાણવા મળ્યુ નથી અને દીકરાની મોતને કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.

ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમા ઘરમાં નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ અને માતા તેમજ બહેન સાથે ટીવી જોતો હતો અને ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારજનો સૂવા માટે ઉપરના રૂમમાં ગયા અને ત્યારે યુવરાજસિંહે તેમને કહ્યુ કે, તમે જાઓ, હું ટીવી જોઇને આવું છું. દીકરો સૂવા માટે ન આવતાં પિતા તેને બોલાવવા માટે નીચે ઊતર્યા અને ત્યારે તેમણે દીકરા યુવરાજસિંહને લોહી-લુહાણ હાલતમાં જોયો અને આ દરમિયાન તેમણે બૂમો પાડતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.

યુવરાજસિંહે પિતાની રિવોલ્વરથી પોતાની છાતીની ડાબી બાજુ ફાયરિંગ કરી આપઘાત કરી લીધો. પરિવારજનોએ 108માં જાણ કરી અને તે બાદ 108 ઘટનાસ્થળે પહોંચી પરંતુ ત્યાં સુધી તેનું મોત થઇ ગયુ હતુ. આ ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી તેમજ યુવાનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મૃતકના પિતા એસઆરપીમાં ફરજ બજાવતા હતા, તેઓ નિવૃત્ત થયા બાદ SBI બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાથી તેમની પાસે પરવાનાવાળી શોટગન છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવરાજસિંહ સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતો હતો. તેણે અગાઉ આર્મીની પરીક્ષા પણ આપી હતી.

Shah Jina