ખબર

ગુજરાતના પૂર્વ કોર્પોરેટરના એકના એક દીકરાનું અકસ્માતમાં થયુ મોત, પરિવારમાં છવાઇ શોકની લાગણી

25 વર્ષનો એકનો એક પુત્ર અને બે બહેનના ભાઈનું એક્સીડંટ થતા પરિવાર આઘાતમાં- જાણો વિગત

ગુજરાત : પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના દીકરાનું ગઇકાલે સાંજે અકસ્માતમાં મોત થયું છે. મૃતકના પિતા દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ઘટનાની વિગત અનુસાર ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પર સાંજના અરસામાં કોર્પોરેટરના એકના એક દીકરાનું મોત થયુ હતુ.

ન.પાના પૂર્વ કોર્પોરેટર અને નેળીયા વિસ્તારમાં રહેતા જશીબેનનો 25 વર્ષિય દીકરો વિશ્વ પટેલ ગઇકાલે સાંજે ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા પરથી પસાર થઇ રહ્યો હતો અને ગાડીના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્વીફ્ટ ડિઝાયર ગાડી ઝાડ સાથે અથડાઇ હતી અને વિશ્વ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને કારણે તેનું મોત થઇ ગયુ હતુ.

પરિવારમાં વિશ્વ એકનો એક દીકરો અને બે બહેનોનો એકનો એક ભાઇ હતો. તેના મોતથી પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. પિતા દ્વારા આ મામલે પોલિસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. વિશ્વ પાટીદાર એકતા સમિતીનો સભ્ય હતો અને તે સક્રિય પણ હતો તેમજ હોસ્પિટલમાં જે મોસંબી જ્યુસનું વિતરણ 15 દિવસ માટે શરૂ કરવામાં આવ્યુ હતુ તેમાં પણ તે સક્રિય હતો.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર