અજબગજબ

કોઈ પણ છોકરાને આવા દિવસો ન જોવા પડે, જેવા આ કરોડપતિ પિતાના છોકરાને જોવા પડ્યા

હિન્દી ફિલ્મોમાં તમે એવી કહાની જોઈએ હશે જેમાં અમીર બાપના છોકરાઓ પરિવાથી અલગ થઇ જાય છે અને પછી ખુબ જ ગરીબીમાં જીવે છે પછી મોટા થઈને ગમે તેમ પોતાના પરિવારને મળે છે. પરંતુ આ બધામાં ઘણા વર્ષો નીકળી જતા હોય છે. 5 વર્ષના છોકરા 22 વર્ષના થઇ જતા હોય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે. ખાલી એટલો જ ફરક છે કે છોકરો એક જ મહિનામાં મળી ગયો અને ગુમ થવાવાળા છોકરો 19 વર્ષનો હતો.

છોકરો ગુજરાતનો છે. પોલીસને તે શિમલાના રસ્તામાં પર ઊંઘતો મળ્યો હતો. શિમલામાં તે રસ્તામાં આવેલી એક હોટલમાં નાનું મોટું કામ કરીના પોતાનું ગુજરાન ચલાવતો હતો. છોકરાનું નામ દ્વારકેશ છે તે એન્જીનીયરીંગ કરતો હતો તે વડોદરામાં પોતાના પરિવાર સાથે રહેતો તો. તે 14 ઓક્ટોમ્બરના રોજ ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો પછી તે પાછો આવ્યો નહીં.

Image Source

રિપોર્ટ અનુસાર તેને કોલેજ જવું પસંદ ન હતું. તેથી તે કોલેજની જગ્યાએ વડોદરા રેવલે સ્ટેશન ગયો ત્યાંથી તે દિલ્લી ગયો અને પછી ગુમ થઇ ગયો. તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તેને સીસીટીવી વડે શૉધવામાં કોશિશ કરી કેમ કે તે તેનો મોબાઈલ પણ ઘરે મૂકી ગયો હતો. શોધવામાં થોડી તકલીફ પડી હતી. સીસીટીવીથી ખાલી એટલું જ ખબર પેઢી કે તે વડોદરા રેવલે સ્ટેશન ગયો હતો.

અઠવાડિયા સુધી શોધ્યા પછી તેનો કોઈ પતો જ ન મળ્યો. દ્વારકેશના ઘરવાળા પણ હવે નિરાશ થવા લાગ્યા હતા. પણ 4 નવેમ્બરના દિવસે શિમલાના એક હોટલ મેનેજરનો ફોન આવ્યો. દ્વારકેશ વડોદરાથી શિમલા પહોંચી ગયો હતો. 4 નવેમ્બરના દિવસે તે એક હોટલમાં કામ માંગવા ગયો હતો. મેનેજરને શંકા ગઈ હોવાથી દ્વારકેશ પાસે તેનું ID માગ્યું. તેનું Id જોઈ મેનેજરે પોલીસ સ્ટેશન ફોન કર્યો અને છોકરા વીશે જણાવ્યું અને id નો ફોટો પણ મોકલ્યો.

પોલીસે તેની ઓળખાણ કરી. 4 નવેમ્બરના દિવસે પોલીસ થાણાના બે કર્મચારી શિમલા પોતાના પરિવાર સાથે રજા મનાવા ગયા હતા. અધિકારીએ એ બંને પોલીસ કર્મચારીને ફોન કરી દ્વારકેશને ગોતવાનું કહ્યો. આ બંને કર્મચારી હોટલ પહોંચ્યા પણ દ્વારકેશ ત્યાંથી નીકળી ગયો હતો. હોટલના મેનેજરે જણાવ્યું કે તે રસ્તાના કિનારે નાના-મોટા કામ કરે છે. પછી બંને કર્મચારી રાતે તેને શોધવા નીકળ્યા.

આસપાસના બધા લોકોને દ્વારકેશનો ફોટો બતાવ્યો એક ટેક્સી ડ્રાઈવરે તેની ઓળખાણ કરી અને જણાવ્યું કે દ્વારકેશને રસ્તા પર ઊંઘતા જોયો હતો પછી પોલીસ ત્યાં પહોંચ્યા અને તરત જ તેના પરિવાર સાથે વાત કરાવી. પછી તેને પૂછવામાં આવ્યું કે કેમ ઘર છોડ્યું ત્યારે તેને જણાવ્યું તેન કોલેજ અને ભણવું ગમતું નથી. દ્વારકેશને પાછો મેળવીને તેનો પરિવાર ખુબ જ ખુશ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.