રાજકોટમાં લાયસન્સ ના હોવા છતાં પણ પપ્પાની બંદૂક કમરે ટીંગાડીને દીકરાએ બનાવ્યો વીડિયો, વાયરલ થતા જ પોલીસ આવી એક્શન મોડમાં…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણીવાર લોકો ફેમસ થવા માટે એવા એવા કાંડ કરી બેસે છે કે જેને લઈને તે કાનૂની ચપેટમાં પણ સપડાઈ જાય છે. ઘણા લોકો રસ્તા પર ખુલ્લેઆમ બંદૂક લઈને જોવા મળતા હોય છે તો ઘણીવાર તે ફાયર કરીને પણ વીડિયો બનાવતા હોય છે.
ત્યારે હાલ એક વીડિયો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં નગર સેવકના દીકરાએ ગાડીના બોનેટ પર બેસીને એક રીલ બનાવી અને આ રીલમાં તેણે પોતાની કમર પર બંદૂક પણ ટીંગાવી, ત્યારે હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ રીલ્સમાં “હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી…”નો બેકગ્રાઉન્ડ અવાજ પણ સંભળાઈ રહ્યો છે.
વીડિયોમાં દેખાઈ રહેલા યુવકની ઓળખ રાજકોટ નગર પાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના દીકરા નિલેશ જાદવ તરીકે થઇ છે. વીડિયોમાં તે કારના બોનેટ પર બેસીને મોબાઈલ પર વાતચીત કરતો જોવા મળે છે, આ દરમિયાન તેની કમર પર રિવોલ્વર લટકેલી પણ જોવા મળી રહી છે. ઉપરાંત તેના ઘણા મિત્રો પણ ત્યાં બેઠેલા જોવા મળે છે.
નિલેશ જાદવ પાસે હથિયાર રાખવાનો પરવાનો ના હોવા છતાં પણ તેણે રિવોલ્વર સાથે ઘણી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ત્યારે હાલ તેનો રિવોલ્વર સાથેનો આ વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ. ત્યારે હવે આ મામલે પોલીસ શું એક્શન લે છે તે જોવાનું રહ્યું.
View this post on Instagram
વીડિયોમાં યુવક જે કાર પર બેઠો છે તે કારના આગળના ભાગે ચેરમેનશ્રી માર્કેટ સમિતિ (R.M.C) લખેલી નેમપ્લેટ છે. આ મામલે નિલેશન પિતા મનસુખ જાદવે જણાવ્યું કે રિવોલ્વરનો પરવાનો તેમના નામનો છે, પુત્ર નિલેશ પાસે હથિયાર પરવાનો નથી, પરંતુ થોડા દિવસ પૂર્વે ઘરે પ્રસંગ હતો ત્યારે પુત્રે પિતા મનસુખ જાદવની પરવાનાવાળી રિવોલ્વર મેળવીને તેની તસવીર ખેંચાવી હતી.”