અજબગજબ

27 પત્નીઓથી પેદા કર્યા 150 બાળકો, દીકરાએ જણાવ્યું કે આટલી પત્નીઓ સાથે શું કરતા હતા પિતા

દીકરાએ જણાવ્યું કે ૨૭ પત્નીઓ સાથે શું શું કરતા હતા તેના પિતા, 27 પત્નીઓથી પેદા કર્યા 150 બાળકો..જુઓ તસવીરો

ઘણા લોકો એવા હોય છે જે એક પત્નીથી કંટાળી જતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેની એક નહિ પરંતુ 27 પત્નીઓ છે અને આ 27 પત્નીઓથી તેને 150 જેટલા બાળકો પણ છે.

Image Source

64 વર્ષના આ વ્યક્તિનું નામ છે વિસ્ટન બ્લેકમોર જે કેનેડાની અંદર રહે છે. એક સમય એવો પણ હતો જયારે તે પોતાની 27 પત્નીઓ સાથે એક છતની નીચે રહેતો હતો અને તેની તમામ પત્નીઓ બહેનોની જેમ રહેતી હતી. જો કે હવે તેની 5 પત્નીઓએ છૂટાછેડા લઇ લીધા છે. એટલામાં માટે હાલમાં તે પોતાની 22 પત્નીઓ સાથે જીવન વિતાવી રહ્યો છે.

Image Source

હાલમાં જ વિસ્ટનના ત્રણ દીકરા 19 વર્ષીય મર્લિન અને મુર્રાય અને 21 વર્ષીય વોરેને ટિક્ટોક ઉપર પોતાના પરિવાર વિશે લોકોને જણાવ્યું હતું. 27 મમ્મીઓ અને 150 ભાઈ બહેનો સાથે કેવી રીતે તે મોટા થયા તેનો અનુભવ તેમને સોશિયલ મીડિયાની અંદર શેર કર્યો હતો.

Image Source

મર્લિને જણાવ્યું હતું કે  બ્રિટિશ કોલમ્બિયામાં એક મોટું ઘર છે જ્યાં તે પોતાની 27 પત્નીઓ સાથે રહે છે. જેમાંથી તેમને 150 બાળકો પેદા કર્યા છે. જેમ જેમ પરિવાર મોટો થતો ગયો તેમ તેમ તેમને વિસ્તારની આસપાસ બીજા ઘર પણ ખરીદી લીધા. તે ઘરની અંદર બે પત્નીઓ અને 18 બાળકો રહેતા હતા.

Image Source

મર્લિને વીડિયોની અંદર એ પણ જણાવ્યું કે આટલા મોટા પરિવારનું ભરણ પોષણ કરવું સરળ નહોતું. જયારે કોઈ ભાઈ કે બહેનનો જન્મ દિવસ હોય ત્યારે બહારના મહેમાનોને બોલાવવાની જરૂર નહોતી પડતી. ઘરના લોકો જ ભીડ કરી દેતા હતા. આ બર્થ ડે પાર્ટીની અંદર બધા ભાઈ બહેન નહોતા આવતા. જે ઉંમર વાળા બાળકનો જન્મ દિવસ હોતો હતો તેની નજીકની ઉંમરના જ બાળકો આ પાર્ટીમાં સામેલ થતા.

Image Source

150 બાળકોને ભણાવવા માટે વિસ્ટને એક સ્કૂલ પણ ખોલી હતી. મર્લિનના ક્લાસની અંદર 19 બાળકો હતા. જે બધા જ તેના ભાઈ બહેન હતા. હવે પરિવાર મોટો થાય છે તો તેના ખાવા પીવાનો ખર્ચો પણ વધુ થાય છે. એવામાં વિસ્ટન પોતે જ ખેતરની અંદર શાકભાજી ઉગાવવા લાગ્યા. દિવસે બાળકોને ભણાવવામાં જે સમય બચતો હતો તેમાં તે ખેતી કરતા હતા.

Image Source

મર્લિન જણાવે છે કે તે ઘણા જ પહેલાથી પોતાના પરિવાર વિશે જણાવવા માંગતો હતો પરંતુ તેને ડર હતો કે લોકો તેનો મજાક ઉડાવશે. હાલમાં મર્લિન તેના ભાઈ બહેનોથી અલગ રહી રહ્યો છે. તેના ભાઈ બહેનોની ઉંમરમાં ઘણું મોટું અંતર છે. જેમ કે તેના સૌથી મોટા ભાઈની ઉંમર 44 વર્ષ છે તો સૌથી નાના ભાઈની ઉંમર 1 વર્ષ છે.

Image Source

તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે વિસ્ટને આ બધા જ લગ્નો ચોરીછુપે કર્યા હતા 2016માં વધારે લગ્નો કરવાના ગુન્હા હેઠળ તેને હાઉસ એરેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો કે તેનો સમય માત્ર 6 મહિના હતો. ત્યારબાદ તે આરામથી પોતાની પત્નીઓ સાથે સમય વિતાવવા લાગ્યો અને પોતાની સ્કૂલ પણ ચલાવવા લાગ્યો.